જમ્મુ કાશ્મીર બાદ આજે હરિયાણામાં મતદાન પુરૂ થતા એકઝીટ પોલની કતાર સર્જાશે
જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાના એકઝીટ પોલ આજે સાંજે આવશે. જમ્મુ કાશ્મીરમાં ગત સપ્તાહે મતદાન સંપન્ન થઇ ગયું હતું અને હરિયાણામાં આજના એક જ તબકકાના મતદાનમાં તમામ 90 બેઠકોને આવરી લેવાય છે અને હવે સાંજે 6.30 બાદ એકઝીટ પોલ જાહેર કરી શકાશે. રાજકીય દ્રષ્ટિએ હરિયાણાની વિધાનસભા ચૂંટણીના પરિણામ અત્યંત મહત્વના બની રહેનાર છે. જયારે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ છે અને ખાસ કરીને કલમ 370ની નાબુદી બાદ પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયું છે અને તેથી જ જમ્મુ કાશ્મીરી જનતાનો મુડ પણ નિશ્ચિત થશે.
- Advertisement -
મોદી સરકારે જે રીતે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કરેલા પ્રયાસોને રાજયની જનતાએ વધાવી લીધા હતા અને ત્રાસવાદગ્રસ્ત ક્ષેત્રોમાં પણ 50 થી 60 ટકા જેવું ભારે મતદાન નોંધાયું હતું આમ રાજયના ચૂંટણી પરિણામનો આગામી સમયમાં જમ્મુ કાશ્મીરના જનતાનું ભાવિ નકકી કરશે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત ચૂંટણી જીતવા માંગે છે અને આ ચૂંટણી પરિણામોએ આગામી માસમાં જ યોજાનારી મહારાષ્ટ્રની ચૂંટણી પર અસર કરશે અને તેથી રાજકીય દ્રષ્ટિએ પણ મતદારોનો મિજાજ એ રાષ્ટ્રીય રાજકારણને દિશા આપે તેવા સંકેત છે.