પ્રમોશન માટેની કેરિયર એડવાન્સ સ્કીમ પુન: સ્થાપિત કરાઈ
નિવૃત થતા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓ કાર્યરત અધ્યાપકોને પ્રમોશન માટે સીસીસી અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અંદાજે 3500થી વધુ અધ્યાપકોને લાભ થશે. તા. 1-1-2023 પછી જે અધ્યાપકો ઈઅજ હેઠળ પ્રમોશન મળવાપાત્ર હશે તેવા અધ્યાપકોએ ઈઈઈ પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવાની રહેશે.
શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યું કે, કોલેજોના અધ્યાપકોને તેમની સેવાઓ દરમિયાન પ્રમોશન માટે ઈઈઈ પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. હવેથી આ પરીક્ષામાં મુક્તિ આપવાનો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
- Advertisement -
શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત રાજય મહાવિદ્યાલય શૈક્ષિક સંધ, ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ, ગુજરાત રાજય સરકારી અધ્યાપક મંડળ જેવા વિવિધ અધ્યાપક મંડળોની સતત રજુઆતોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર ધ્વારા ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણના અનેક પ્રશ્નો કે જેના લીધે થઇ અને ગુજરાત રાજયના નોકરીમાં કાર્યરત તથા નિવૃત્ત થયેલા પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો પડતી હતી તેનું નિરાકરણ માટે આ નિર્ણયો કરાયા છે.
મંત્રીએ ઉમેર્યુ કે,ગુજરાત રાજયના કોલેજ તથા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોના પ્રમોશન તા.01/02/2019 ના રોજ જી.આર.ની કલમ 8 થી રોકવામાં આવેલ હતા તે કલમ 8 રદ કરી કેરિયર એડવાઇન્સમેન્ટ સ્કીમ હેઠળના પ્રમોશન પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે લગભગ 3500 પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો દુર થશે તેમજ છેલ્લા 6 વર્ષથી અટકેલા પ્રમોશનો તાત્કાલિક મળશે.