પરિવારને ત્વરીત ન્યાય મળે તે માટે કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવો : આમ આદમી પાર્ટી
સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ગ્રીષ્માના હત્યારાને જલ્દી સજા મળે અને તેના પરીજનોને ન્યાય મળે તે માટે પાટીદાર સમાજે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે જય સરદાર યુવા ગ્રુપ રાજકોટ દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા મજબુત બનાવીને બીજી કોઈ દીકરી આવી રીતે ભોગ બને તે માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ કેસ ચલાવવાની માંગણી કરવામાં આવી છે.


