આવતા એક મહિના સુધી આકાશમાં રાત્રે દરરોજ ખરતા ખારાઓનો વરસાદ (ચમકીલી ઉલ્કા વર્ષા)નો નજારો જોવા મળશે. અંતરિક્ષમાં બેહદ રોમાંચક જેમનીડ ઉલ્કાપાત થઈ રહી છે જે 24 ડિસેમ્બર સુધી ચાલશે. આ ખગોળીય ઘટના તા.13 અને 14 ડિસેમ્બરની રાત્રે ચરમસીમાએ હશે ત્યારે દર કલાકે 100થી વધુ ઉલ્કા પડતી જોવા મળશે. સામાન્ય રીતે એક કલાકમાં 20થી30 ઉલ્કા જ પડતી જોવા મળે છે.
નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન (એરીઝ)ના પબ્લીક આઉટરીચ કાર્યક્રમ પ્રભારી ડો. ધીરેન્દ્ર યાદવ અનુસાર આ ઘટનાઓ ત્યારે સર્જાય છે, જયારે કોઈ ધુમકેતુનો કાટમાળ એટલે કે ઉલ્કા પૃથ્વીના માર્ગમાં આવી જાય છે.
- Advertisement -
આ કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં આવતા જ સળગવા લાગે છે. જેથી તેજ ચમક પેદા થાય છે, જેથી તે ખૂબ જ રોમાંચક લાગે છે.
આ ખગોળીય ઘટના પૃથ્વીથી 7થી120 કિલોમીટરની ઉંચાઈ પર બને છે. ખરતા તારાની આ ઘટના માત્ર કેટલીક સેક્ધડ જ નજરે પડે છે.
આ જેમીનીડ ઉલ્કાપાતનું નામ મિથુન (જેમીની) રાશિ તારામંડળના નામ પરથી રાખવામાં આવ્યું છે. ખરેખર તો આ ઉલ્કા વર્ષા જેમીનીડ તારામંડળ તરફથી થાય છે. આથી આ ઘટનાને જેમીનીડ ઉલ્કાપાત નામ અપાયું છે.
- Advertisement -
નરી આંખે જોઈ શકાશે: જેમીનીડ ઉલ્કાપાત કોઈ વર્ષનો સૌથી રોમાંચક ઉલ્કાપાતનો સમય હોય છે. આ સમયે આસમા દર એક સેકંડે એક ઉલ્કા નજરે પડે છે. નવેમ્બર-ડિસેમ્બર આકાશ સાફ હોય છે, જેથી ઉલ્કાપાત નરી આંખે સ્પષ્ટ જોઈ શકાય છે.