ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિવિધ અંડર ગ્રેજ્યુએટ (UG) સેમેસ્ટર 5 અને 6 અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PGૠ) સેમેસ્ટર 3 અને 4ની પૂરક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આ પરીક્ષાઓ 15 જુલાઈથી શરૂ થશે. યુનિવર્સિટીની આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ સહિતની જુદી જુદી 9 ફેકલ્ટીના 45 જેટલા કોર્સની પરીક્ષાનો પ્રારંભ થશે. બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં સવારે 10.30થી 1 કલાક અને બપોરે 2.30થી 5 કલાક સુધી પરીક્ષાનો સમય રાખવામાં આવ્યો છે.
આર્ટસ ફેકલ્ટીમાં BA (REG) ) સેમ 5 અને 6, BSW સેમ 5 અને 6, BA ID સેમ 5 અને 6, MA ALL (REG) સેમ 3 અને 4, અને MSW સેમ 3 અને 4 ની પરીક્ષાઓ 15મીથી શરૂ થશે. મેનેજમેન્ટ ફેકલ્ટીમાં BBA સેમ 5 અને 6, કોમર્સ ફેકલ્ટીમાં B.COM (REG) સેમ 5-6 અને M.COM (REG) સેમ 3 અને 4 ની પરીક્ષાઓ લેવાશે. સાયન્સ ફેકલ્ટીમાં BCA(2019/2022) સેમ 5 અને 6, BSC IT (2019/2022) સેમ 5 અને 6, BSC સેમ 5 અને 6, MSC IT સેમ 4, MSC (ALL) સેમ 3 અને 4ની પરીક્ષાઓ શરૂ થશે. હોમ સાયન્સ ફેકલ્ટીમાં BSC HS સેમ 5-6, MSC HS સેમ 3-4 ની પરીક્ષા શરૂ થશે. પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં BPA સેમ 5-6, MPA સેમ 3-4ની પરીક્ષાઓ 15મીથી શરૂ થશે. રૂરલ સ્ટડીઝ ફેકલ્ટીમાં BRS સેમ 5-6 અને MRS સેમ 3-4ની પરીક્ષાઓ 15મી જુલાઈથી શરૂ થશે.