ધોરણ-૧૦ના ૨૧૬૨ અને ધો-૧૨ના ૩૦૧૯ છાત્રોએ પરીક્ષા આપી
રાજયભરમાં ૧૫ જુલાઇથી આરંભાયેલી ધો-૧૦ અને ધો-૧૨ના બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા અન્વયે આજે ગુજરાતી અને નામાના મુળ તત્વો વિષયની પરીક્ષા યોજાઇ હતી.
રાજકોટના વિવિધ કેન્દ્રો ખાતે દસમા ધોરણના કુલ ૨૧૬૨ છાત્રો હાજર અને ૪૨૬ છાત્રો ગેરહાજર રહયા હતા, જે પૈકી કુલ ૨૬ દિવ્યાંગોએ પણ તેમની કક્ષામાં ગુજરાતીનું પેપર આપ્યું હતું.
- Advertisement -
જયારે ધો-૧૨માં ૩૦૧૯ વિદ્યાર્થીઓ હાજર અને ૪૫૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. રાજકોટના બોર્ડની પરીક્ષાના કલ્યાણ હાઇસ્કુલ યુનિટ-૧ના કેન્દ્ર ખાતે ધો-૧૨ના પેપરમાં પી. એન્ડ બી.હાઇસ્કુલ, રાજકોટના વિદ્યાર્થી ગીડ શીતલબેન પ્રવીણભાઇ (બેઠક નં. G-789411) ને બદલે કુરેશી મુસ્કાન ઇફતેખારભાઇ ડમી વિદ્યાર્થી તરીકે પેપર આપતાં પકડાયેલ હોવાથી સંબંધિત ઉમેદવાર પર ગેરરીતિના કેસ સાથે પોલિસ કાર્યવાહી કરવામાં આવેલ છે, તથા અન્ય કોઇ ગેરરીતિના કેસ નોંધાયેલ નથી, તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે.