વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે સવારે 9થી 2:30 કલાક દરમિયાન ખોદકામ કરવા ઉપર પણ પ્રતિબંધ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આવતીકાલે તા.15-2-2025 થી તા.4-4-2025 સુધી યોજાશે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મી પબ્લિક સ્કુલ – ધ્રાંગધ્રા, જવાહર નવોદય વિદ્યાલય – ધ્રાંગધ્રા, કેન્દ્રીય વિદ્યાલય – ધ્રાંગધ્રા, તિરૂપતિ ઈન્ટરનેશનલ સ્કુલ-સુરેન્દ્રનગર, સ્કૂલ ઓફ એકસેલન્સ, સુરેન્દ્રનગર એમ ચાર કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના સુચારૂ આયોજનરૂપે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો કે દુકાનો બંધ રાખવા તેમજ અન્ય પ્રતિબંધાત્મક હુકમો અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
- Advertisement -
જાહેરનામામાં જણાવાયા મુજબ પરીક્ષા સ્થળની આસપાસની ઝેરોક્ષની દુકાનો ફરજિયાત બંધ રાખવાની રહેશે. પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર, મોબાઈલ, ઈલેકટ્રોનિક ગેઝેટસ જેવા તમામ ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા તથા લઈ જવા પર પ્રતિબંધ છે.તથા કેલ્ક્યુલેટર પરીક્ષા કેન્દ્રમાં ઉપયોગ કરવા કે લઈ જવા અંગે ઈઇજઊ બોર્ડની અધ્યતન સૂચનાઓ અનુસાર પાલન કરવાનું રહેશે.પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ઉભા રહેવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે સવારે 9 થી 14:30 કલાક દરમિયાન ખોદકામ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ને લઈને હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કી દેવામાં આવી છે અને જે મુજબ તમામ આયોજન પણ થઈ ગયુ છે.આવતીકાલે તા.15-2-2025 થી તા.4-4-2025 સુધી લેવામાં આવશે .