ગજઞઈંના કાર્યકરોએ કુલપતિ ઉત્પલ જોશીને આવેદન પાઠવી રજૂઆત કરી: વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ ગજઞઈં દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં વર્ષ 2019ની બેચના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા તેમજ કકઇના લાંબા સમયથી અટવાયેલા પરિણામો તાત્કાલિક જાહેર કરવાની તીવ્ર માંગ ઉઠાવવામાં આવી છે.
ગજઞઈંએ જણાવ્યું છે કે વર્ષ 2019માં ગ્રેજ્યુએશન અથવા માસ્ટર કોર્સમાં પ્રવેશ લીધેલા અનેક વિદ્યાર્થીઓ માત્ર એક કે બે વિષયમાં નાપાસ થવાને કારણે આજદિન સુધી પોતાની ડિગ્રી પૂર્ણ કરી શક્યા નથી. પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી હવે તેઓ પરીક્ષા ફોર્મ પણ ભરી શકતા નથી, જેના કારણે તેમનું શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય અંધારામાં મુકાઈ ગયું છે. ભૂતકાળમાં વર્ષ 2011થી 2018 સુધીની બેચના વિદ્યાર્થીઓને ‘સ્પેશિયલ ટ્રાયલ’ની તક આપવામાં આવી હતી, તે જ આધારે 2019ની બેચના વિદ્યાર્થીઓને પણ આવી વિશેષ તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તે ઉપરાંત ગજઞઈંએ કકઇ સેમેસ્ટર 1,2 અને 3ના પરિણામોમાં થઈ રહેલા વિલંબ પર કડક અસંતોષ વ્યક્ત કર્યો છે. હાલમાં કકઇ સેમેસ્ટર 4નો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો હોવા છતાં અગાઉના ત્રણ સેમેસ્ટરના પરિણામો હજુ સુધી જાહેર ન થવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે માનસિક તણાવ જોવા મળી રહ્યો છે. આ વિલંબને યુનિવર્સિટીના નબળા વહીવટનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું છે.
ગજઞઈંએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં 2019ની બેચના વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને કકઇના તમામ પડતર પરિણામો જાહેર નહીં થાય, તો વિદ્યાર્થીઓના હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી વહીવટી તંત્રની રહેશે. અંતમાં સંગઠને આશા વ્યક્ત કરી છે કે કુલપતિશ્રી વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અને સકારાત્મક નિર્ણય લેશે.



