વિદ્યાર્થીઓને ચેકિંગ કર્યા બાદ જ કેન્દ્રમાં પ્રવેશ અપાયો, કોઇ ગેરરીતિ નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રવિવારે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન માટે આસિસ્ટન્ટ અને એમ્પ્લોયસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન માટે નર્સિંગ ઓફિસરની પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટ કેન્દ્રમાં કુલ 3865 ઉમેદવાર નોંધાયા હતા. સવારે 9.30થી 11.30 દરમિયાન પર્સનલ આસિસ્ટન્ટની પરીક્ષા અને બપોરે 2.00થી 4.00 દરમિયાન નર્સિંગ ઓફિસરની પરીક્ષા લેવામાં આવી હતી. પર્સનલ આસિસ્ટન્ટ બનવા માટેની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઞઙજઈનું પર્સનલ આસિસ્ટન્ટનું પેપર મોડરેટ હતું. 120 માર્કસનું પેપર હતું અને 2 કલાકનો સમય હતો. મેથ્સના પ્રશ્નો ટ્રિકી હતા. ડેટા સફિસ્યન્સીના સવાલોમાં વધુ સમય પસાર થાય તેવું હતું. જનરલ અવેરનેસના પ્રશ્ર્નો હકીકત આધારિત હતા. વિધાન વાક્યોવાળા સવાલો હતા.
- Advertisement -
અંગ્રેજીના પ્રશ્નો પણ મોડરેટ હતા. વિદ્યાર્થીઓને ચુસ્ત ચેકિંગ કર્યા બાદ જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઞઙજઈ દ્વારા યોજવામાં આવેલી પર્સનલ આસિસ્ટન્ટની પરીક્ષામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વિદ્યાર્થીઓને મોબાઇલ, ડિજિટલ વોચ, બ્લૂટૂથ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જોકે પર્સનલ આસિસ્ટન્ટ બનવા માટેની પરીક્ષા દરમિયાન 277 માંથી 82 ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પ્રથમ પેપરમાં એક પણ પ્રકારની ગેરરીતિ ઝડપાઈ ન હતી. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારો રવિવારે અષાઢી બીજ હોવાથી ટ્રાફિકમાં ન ફસાય તે માટે ઉમેદવારોને ઘેરથી વહેલા નીકળવા અનુરોધ કરાયો હતો.