સોશ્યલ મીડિયા એક્સના પૂર્વ સીઇઓ પરાગ અગ્રવાલ અને એક્સના કેટલાય પૂર્વ મુખ્ય અધિકારીઓએ એલન મસ્કની સામે કેસ દાખલ કર્યો છે. મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર વિવાદ નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ વળતર તરીકે આપવામાં આવતા પગારને લઈને છે. પરાગ અગ્રવાલ સિવાય કેટલાય બીજા લોકોએ એલન મસ્કની સામે કેસ દાખલ કર્યો છે, જેમાં નેડ સીગલ, એક્સના પૂર્વ સીએફઓ, વિજય ગડ્ડે, એક્સની પૂર્વ ચીફ લીગલ ઓફિસર અને સીન એજેટ, એક્સના પૂર્વ જનરલ કાઉન્સિલનું નામ સામેલ છે.
12.8 કરોડ ડોલરના ભથ્થાનો વિવાદ
મીડિયા રિપોર્ટસ અનુસાર, પરાગ અગ્રવાલ સહિત ચાર અધિકારીઓએ એલન મસ્કની સામે 12.8 કરોડ ડોલરના સેવેરેન્સ સેલેરી ના આપવાનો આરોપ છે. આ અધિકારીઓએ એલન મસ્ક દ્વારા એક્સના સંપાદન કર્યા પછી નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. મસ્કે અધિકારીઓ પર કામમાં લાપરવાહી કરવા અને ખોટા વર્તનને લઇને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. જો કે આ અધિકારીઓએ મસ્કના આરોપોને નકારી કાઢયા હતા.
- Advertisement -
પહેલા પણ મસ્કની સામે કેસ થઇ ચૂક્યા છે: એક્સના પૂર્વ અધિકારી
એલન મસ્કની સામે કૈલિફોર્નિયાના યૂએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક્સના પૂર્વ મુખ્ય અધિકારીઓએ કોન્ટ્રાક્ટમાં તેમને નોકરીમાંથી કાઢી નાખ્યા પછી સેવેરેન્સ સેલેરી આપવાની વાત કરી હતી. એવામાં જયારે એક્સથી કાઢયા પછી તેમને પગાર મળવો જોઇએ. પરાગ અગ્રવાલે સેવેરેન્સ સેલેરીના 6 કરોડ ડોલર મળવાપાત્ર છે. જયારે સીંગલને 4.6 કરોડ ડોલર, ગડ્ડાને 2.1 કરોડ ડોલર મળવાના હતા. એક્સમાં થયેલી તપાસ દરમ્યાન કાયદાકીય ફીસના ભરપાય માટે પરાગ અગ્રવાલ સહિત બીજા અધિકારીઓને એલન મસ્કની સામે કેસ દાખલ કર્યો હતો, જેમાં છેલ્લા ઓક્ટોમ્બરમાં એલન મસ્કે એક્સના પૂર્વ અધિકારીઓને 11 લાખ ડોલરની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો.