યુવકનું અપહરણ, ધમકી: પોરબંદરમાં પૈસાના વિવાદે ખતરનાક રૂપ ધારણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.9
- Advertisement -
પોરબંદર શહેરમાં ગત રાત્રે પૈસાની લેતીદેતીના વિવાદને લઈને એક ચોંકાવનારી ઘટના બની હતી. કુશાલ લલીત ટોડરમલ નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોરબંદર પાલિકાના પૂર્વ સુધરાઇ સભ્ય ભરત ઉર્ફે ભલા મૈયારિયા અને તેમના 11 સાગરીતો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. પોલીસ ફરિયાદ મુજબ, કુશાલ ટોડરમલનું રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું
અને ત્યારબાદ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. ભલાભાઈએ કથિત રીતે રિવોલ્વર બતાવીને તેની જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ઇગજ ની 115(2),352,189(2),190,191(2),191(3),351(3),140(2) તેમજ હથિયાર ધારાની કલમ 25(1-બ) (ફ),30 અને જી.પી એક્ટ ની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે કેસની આગળની તપાસ કમલાબાગ પોલીસ મથકના ડી સ્ટાફ ઙ.જ.ઈં એ.બી.દેસાઇને સોંપવામાં આવી છે