મવડી પ્લોટ આહિર સમાજ પદયાત્રા સંધ દ્વારા રાજકોટથી દ્વારકા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનું પ્રસ્થાન આજરોજ પૂર્વમેયર પ્રદિપ ડવે કરાવ્યું હતું. નીલકંઠ મહાદેવ મંદિર, વિનાયકનગર, મવડી મેઈન રોડ ખાતેથી પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ પદયાત્રાને સફળ બનાવવા મેરાભાઈ લોખીલ, જલાભાઈ મિયાત્રા, રમેશભાઈ ખાંભરા, પ્રતાપભાઈ છૈયા, ભરતભાઈ રાઠોડ, લાલાભાઈ, વિક્રમભાઈ ડાંગર, પ્રકાશભાઈ ગરૈયાએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટથી દ્વારકા સુધીની પદયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ મેયર પ્રદીપ ડવ
Follow US
Find US on Social Medias