કાલે કેન્દ્રીય માહિતી આયુક્ત અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં પૂર્વ તંત્રી ઉદય માહુરકરજીનાં હસ્તે આ સંશોધન કેન્દ્રનો પ્રારંભ થશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્વાતંત્ર્ય વીર સાવરકર ઉપર સંશોધન હાથ ધરાશે. જેમણે યુવાનીનાં અઢ્ઢાર-અઢ્ઢાર વર્ષો આંદામાન-નિકોબારની કાલ કોટડીમાં અસહ્ય યાતનાઓ સહન કરવા છતા જીવનનાં અંતિમ શ્વાસ સુધી ભારતમાતાનાં અખંડ સ્વરુપની આરાધના કરી અને એ માટે પરિવારથી દુર રહીને અંગ્રેજો દ્વારા ઘડાયેલા મનઘડત આરોપોનો સામનો કરવા છતા સ્વતંત્રતા આંદોલનના યજ્ઞમાં પોતાની જાતની આહુતી આપી દીધી હતી.
- Advertisement -
આવા મહાનાયકોનાં રાષ્ટ્ર પૂન:નિર્માણમાં એમના અમૂલ્ય યોગદાનને વર્તમાન પેઢી સમક્ષ ઉજાગર કરવા અને તેમના વિચારો-વ્યકિતત્વ અને તેમની કૃતિનને સત્ય સ્વરુપે સમાજ સન્મુખ ઉજાગર કરવા માટે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિ.એ કમરકસી છે.જેનાં ભાગરુપે વિદ્યાર્થીઓ – પ્રોફેસરો અને સંશોધકો આ દિશામાં કાર્યરત થાય, વીર સાવરકરનાં રાષ્ટ્ર વિષયક દ્રષ્ટીકોણને સંશોધન દ્વારા ઉજાગર કરવા માટે આવતીકાલ 28 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર યુનિ.ખાતે બપોરે 12 થી 2.00 દરમ્યાન કેન્દ્રિય માહિતી આયુકત અને વીર સાવરકરનાં જીવનનું યથાર્થ લેખન કરનારા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં ભૂતપુર્વ નિવાસી તંત્રી એવા ઉદય માહુરકરજીનાં હસ્તે આ અધ્યયન અને સંશોધન કેન્દ્રનો પ્રારંભ સોરાષ્ટ્ર યુનિ.અને લોકજાગરણ અભિયાનનાં સંયુકત ઉપક્રમે પ્રારંભ થશે.
સોરા.યુનિ.ના કુલપતિ ડો.ગિરીશભાઇ ભીમાણીના માર્ગદર્શન આપી રહ્યા છે પરંતુ રાષ્ટ્રનાયકોના આદર્શ જીવનનાં પાઠો વિદ્યાર્થીઓ શીખે અને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી સમાજ અને રાષ્ટ્ર સેવામાં અગ્રેસર થાય એ માટે અતિ વ્યસ્ત કાર્ય માંથી પણ સમયકાઢી અને સતત સ્વયં પ્રયાસરત છે.