જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ સંવાદ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ ખાતે ચાલતી 10 દિવસીય જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા આવેલ. ત્યારે રાહુલ ગાંધી લઈ દરેક પ્રમુખો ને પૂછ્યું કે પ્રમુખ તરીકેની કામગીરીની વ્યસ્તતા અને અમદાવાદ ખાતે યોજાતી મિટિંગો માં આવન જાવન માં રહેતી વ્યસ્તતા વચ્ચે તમે પરિવાર ને કેટલો સમય આપી શકો છો? દરેક પ્રમુખો ને પોતાના પરિવાર વિશે માહિતી આપવા જણાવેલ.
- Advertisement -
ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી એ પોતાની આપવીતી જણાવી કે 2019 માં પોતાની એકની એક વ્હાલસોયી દીકરીનું અવસાન બાદ આજે એમને ત્યાં ટ્વીન્સ બાળકો છે. થોડા દિવસ પહેલા અમદાવાદ મિટિંગમાં હતા ત્યારે ઘરે થી પત્નીનો ફોન આવેલ કે એમનો દોઢ વર્ષનો દીકરો પડી ગયો અને માથામાં ગંભીર ઇજા થઇ. લાઈફમાં પ્રથમ વખત એમના પત્ની ગુસ્સે થયા અને પ્રમુખપદ અને રાજકારણ છોડી 1 વર્ષ સુધી બાળકો સાથે સમય વ્યતીત કરવા જણાવેલ. ઘરે આવી મનોજ જોશીએ પણ નક્કી કરેલ કે પ્રમુખ તરીકે રાજીનામું આપી દેવું. પત્નીનો ગુસ્સો શાંત થયો ત્યારે એમણે સમજાવેલ કે પાર્ટી એ આપણાં પરિવારને ઘણું આપ્યું. તમે હવે પ્રમુખ તરીકે જે પાર્ટીની સેવા કરો છો એ કામ ઋણ ચૂકવવાનું છે. જે ચાલુ રાખો. બાળકોને હું સંભાળી લઈશ. બીજી વાત મનોજ જોષીએ એ કરેલ કે 2019 માં જયારે તેઓ દક્ષિણ ભારત નાં પ્રવાસે પરિવાર સાથે ગયેલા ત્યારે ગંભીર અકસ્માતમાં એમની એકની એક દીકરીનું અવસાન થયેલ. આ દુ:ખદ સમાચાર એહમદભાઈ પટેલને મળતા એમણે આશ્વાસન આપી હૈદરાબાદ થી જૂનાગઢ ડેડ બોડી સાથે આવવાની વ્યવસ્થા કરી આપેલ. સ્પેશિયલ ચાર્ટર પ્લેન મારફત પરિવાર ને ઘરે પહોંચાડેલ તથા તેલંગણાં સરકારને ખડે પડે વ્યવસ્થામાં રાખી. મારા જેવા નાના માણસ માટે આટલુ બધું કોંગ્રેસ પાર્ટી જ કરી શકે. મનોજ જોષીએ જણાવેલ કે મારા માટે પાર્ટીનું આ ઋણ આજીવન રહેશે અને મારા છેલ્લા શ્વાસ સુધી હું પાર્ટીની સેવા કરતો રહીશ. આ વાત વર્ણવતા મનોજ જોષીની આંખમાં પણ આંશુ આવી ગયા અને રાહુલ ગાંધી સાથે તમામ હાજર વ્યક્તિની આંખો ભીની થઇ ગઈ. આ વાત થયા પછી રાહુલ ગાંધીએ બધા પ્રમુખો ને સવાલ કર્યો કે મનોજે જે વાત કરી એમાંથી તમે શું શીખ્યા? જેમ કોંગ્રેસ પાર્ટીએ મનોજ ને જે મદદ કરી અને આજે મનોજે એમ કીધું કે આ ઋણ હું આજીવન નહિ ભૂલું અને છેલ્લા શ્વાસ સુધી પાર્ટી ની સેવા કરીશ. તો તમને બધા ને હું અપીલ કરું છુ કે પ્રમુખ તરીકે તમે પણ લોકોની સેવા કરો, મુશીબત નાં સમયમાં મદદરૂપ થાવ તો લોકો પણ કોંગ્રેસને ક્યારેય નહિ ભૂલે. તમે લોકોનો સંપર્ક નહિ રાખો તો લોકો પણ તમારાથી વિમુખ થઇ જશે.