ટ્યૂબેલના પાણીને ROથી સાફ કરીને સપ્લાઈ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીના ઈખ અરવિંદ કેજરીવાલે દરેક ઘરમાં સ્વચ્છ અને શુદ્ધ પાણી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. દિલ્હી સરકારે દિલ્હીના દરેક વિસ્તારમાં જ્યાં પીવાનું પાણી ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવે છે ત્યાં વોટર એટીએમ લગાવવાની યોજના તૈયાર કરી છે.
- Advertisement -
સોમવારે દિલ્હીના એક વિસ્તારમાં વોટર એટીએમનું ઉદ્ધાટન કરતા કહ્યું કે, દિલ્હીના દરેક ઘર સુધી સાફ અને સ્વચ્છ પાણી પહોંચાડવાના મિશનમાં અમે વોટર એટીએમ જેવા અનોખો પ્રયોગ પણ કરી રહ્યા છે. જ્યાં-જ્યાં અમારે ટેંકર દ્વારા પાણી પહોંચાડવું પડે છે તે જગ્યાએ અમે વોટર એટીએમ શરૂ કરીશું.
સીએમ કેજરીવાલે જણાવ્યું કે, અનેક વિસ્તારમાં મુશ્કેલીના કારણે અમે પાણીની પાઈપ લાઈન નથી નાખી શકતા. તેના માટે હવે એક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પાણીનું સ્તર સારું છે ત્યાં અમે ટ્યુબેલ લગાવીશું અને તે પાણીને છઘ વડે સાફ કરીશું. ત્યારબાદ અઝખ મશીન દ્વારા લોકોને આ પાણી આપવામાં આવશે.
સીએમ એ કહ્યું કે, આવા વિસ્તારોમાં રહેતા લોકોને વોટર મશીનથી પાણી લેવા માટે વોટર એટીએમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જેની મદથી એક કાર્ડ પર એક વ્યક્તિ રોજ 20 લીટર પાણી રોજ લઈ શકાશે.