10થી 14 સપ્ટેમ્બર સાંજે 5:30 કલાકે વિવિધ ગ્રુપ દ્વારા આયોજન કરાયુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ સંચાલિત સિનિયર સિટિઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં તા. 10/09/25ને બુધવારનાં રોજ 5:30 કલાકે ગાર્ડન રીટન ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે તથા તા. 11/09/25ને ગુરુવારનાં રોજ 5:30 કલાકે “મુકેશ ફેન ક્લબ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે તથા તા. 12/09/25ને શુક્રવારનાં રોજ 5:30 કલાકે રીધમ એન્ડ સાઉન્ડ મ્યુઝિકલ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે. અને તા. 13/09/25ને શનિવારનાં રોજ 5:30 કલાકે બ્રાહિમન્સ સીંગર્સ ગ્રુપ દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. 14/09/25ને રવિવારનાં રોજ 5:30 કલાકે ઓમ ઇન્ટરનેશનલ કુરીયર એન્ડ કાર્ગો દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે. તો તમામ સરગમ કલબના ઇવનિંગ પોસ્ટના સભ્યોએ આઇકાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઈકાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. તેના વગર પ્રવેશ નહિ મળે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા અને સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોંલકી, પ્રવીણસિંહ જાડેજા, મનસુખભાઈ વાવેચા, જ્યોતીબેન સુધીરભાઈ શાહ, હિતેશભાઇ પંડ્યા, બિપિનભાઈ ઠાકર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.



