1400 વર્ષથી ચાલતો આ સંઘર્ષ હવે ઈસ્લામ દ/ત ખ્રિસ્તી બની રહ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.27
- Advertisement -
ઈસ્લામિક સ્ટેટ પાકિસ્તાનથી શરૂ કરી નાઇજીરિયા સુધી જંગ ચલાવી રહ્યું છે. આ જંગ 1400 વર્ષથી ચાલે છે. વાસ્તવમાં રશિયાના પ્રમુખ પુતિન અમેરિકા સહિત પશ્ચિમના દેશોને ધમકી આપે છે. તેઓ માને છે કે, અમેરિકા અને યુરોપીય યુનિયન સહિત પશ્ચિમીના દેશો તેઓની વિરૂદ્ધ છે, અને યુદ્ધમાં યુક્રેનને સાથ આપી રહ્યા છે. ’શીત યુદ્ધ’ સમયથી રશિયાની આ સ્થિતિ રહી છે.તેવી જ રીતે આતંકી સંગઠન ’ઈસ્લામિક સ્ટેટ’ ઈસ્લામને ન અનુસરનારા તમામ પશ્ચિમી દેશોને પોતાના ખુલ્લા વિરોધી માને છે, દુશ્મન માને છે. પ્રશ્ન તે છે કે રશિયા તો પશ્ચિમ વિરૂદ્ધ છે છતાં તેણે (ઈસ્લામિક સ્ટેટે) રશિયામાં ભીષણ હુમલો શા માટે કર્યો ? મોસ્કોના ક્રોક્સ સીટી સ્થિત કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલામાં 140ના દર્દભર્યા મૃત્યુ થયા.ઈસ્લામિક સ્ટેટની વિચારધારા સમજનારાઓ કહે છે કે, રશિયામાં ખ્રિસ્તી ધર્મીઓની બહુમતી છે. ઈસ્લામિક સ્ટેટ પાકિસ્તાનથી શરૂ કરી નાઇજીરીયા સુધી ફેલાયેલું છે. તેઓ આ જંગને બે ભાગમાં વહેંચે છે.
વિદ્વાનો કહે છે કે છેલ્લાં 1400 વર્ષથી ઈસ્લામ અને ઇસાઈઓ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. તેમાં એક તરફ ખ્રિસ્તી બહુમતીવાળા દેશો છે, બીજી તરફ ઈસ્લામ ધર્મને અનુસરનારા દેશો છે. મોસ્કો (રશિયા) ખ્રિસ્તી બહુમતીવાળો દેશ છે. તે ઈસ્લામ વિરૂદ્ધ છે. તેથી તેની સામે જેહાદ છેડવી જ જોઈએ તેમ આઈએસ માને છે. એક મત પ્રમાણે રશિયા સરીયામાં બશર-અલ-યાસદની સરકારને સમર્થન આપે છે. તેને આઈએસ પોતાનું દુશ્મન માને છે. 1999માં ચેચન્યામાં લડાયેલું ખૂની યુદ્ધ તેમજ અફઘાનિસ્તાનમાં 1980માં રશિયાએ કરેલો હસ્તક્ષેપ પણ ઈસ્લામ વિરૂદ્ધનું જ પગલું આવા આતંકી સંગઠનો માને છે.