જોશભેર મેગા ફાઈનલમાં ભાગ લેતા રાસ પ્રેમીઓ, દર્શકો, વાલીઓ અને મહેમાનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ 2024માં વિજયાદશમીનાં પર્વે મેગા ફાઈનલ યોજાયો હતો. શરૂઆતમાં ભારે વરસાદને કારણે મેગા ફાઈનલ યોજવો કે નહીં તેની દ્વિધા વચ્ચે ખેલૈયાઓના અકબંધ ઉત્સાહને કારણે વરસતા વરસાદમાં મેગા ફાઈનલ યોજવામાં આવ્યો હતો. ખેલૈયાઓએ નવ દિવસ દરમ્યાન દેખાડેલા એ જ ઉત્સાહ અને જોમ સાથે મેગા ફાઈનલ ભાગ લીધો હતો. મેગા ફાઈનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓ ઉપર લાખેણા ઈનામોનો જાણે વરસાદ વરસાયો હતો. આજનાં મેગા ફાઈનલમાં સ્પોન્સર, મહેમાનઓ, દાતા પરિવારનાં હસ્તે લાખેણા ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.
રાસોત્સવમાં પ્રથમ નોરતાથી લઈને નવ દિવસ દરમ્યાન વિજેતા બનેલા ડેઈલી પ્રિન્સ – પ્રિન્સેસ વચ્ચે સિનિયર અને જુનિયર એમ બ્ો કેટેગરીમાં દશેરા નાં દિવસે મેગા ફાઈનલનું આયોજન કરવામાં આવેલ હતું. મેગા ફાઈનલ પહેલા જૈનમ કમીટીનાં સભ્ય પરિવારજનોનું ગેટ ટુ ગેધર વીથ ડીનર યોજાયું હતું. શરૂઆતમાં જ વરસાદી માહોલ જામતા મેગા ફાઈનલ રમાડવા અંગે દ્વિધામાં મુકાયેલા આયોજકોને ખેલૈયાઓએ વરસતા વરસાદમાં પણ ફાઈનલ માટે હામી ભરતા આયોજકોએ પણ તેમના જોમ અને જુસ્સાને માન આપીને ચાલુ વરસાદે મેગા ફાઈનલ યોજવાનું એલાન કરેલ હતું. વરસતા વરસાદમાં સિનીયર અને જુનિયર એમ બ્ો કેટેગરીમાં વિવિધ પ્રકારના રાસનાં અલગ અલગ રાઉન્ડ રમાડવામાં આવેલ હતા. મેઘરાજાની કૃપા દ્રષ્ટીથી બ્ો રાઉન્ડ બાદ વરસાદ એ પણ વિરામ લીધો હતો. અને મેગા ફાઈનલને આગળ ધપાવવામાં આવ્યો હતો. નવ દિવસ જેવો જ જોમ અને જુસ્સો અકબંધ રાખી ખેલૈયાઓ હોંશેભર આ મેગા ફાઈનલમાં જોડાયા હતા. તદ્ઉપરાંત તેમના પરિવારજનો અને કમીટી મેમ્બરોએ પણ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આજનાં મેગા ફાઇનલમાં સિનીયર બ્ોસ્ટ પરર્ફોમન્સ પ્રિન્સ તરીકે પ્રથમ ક્રમાંકે વિજેતા બની સ્કુટર મેળવનાર યશ મહેતા, બીજા ક્રમાંકે રહી ડાયનીંગ ટેબલ મેળવનાર યશ માવાણી, ત્રિજા નંબરે નીમીશાબ્ોન નિશાંતભાઈ વોરા તરફથી સોનાનો ચેઈન મેળવનાર કળશ મહેતાને એનાયત કરાયા હતા. આજનાં મેગા ફાઇનલમાં સિનીયર બ્ોસ્ટ પરર્ફોમન્સ પ્રિન્સેસ તરીકે પ્રથમ ક્રમાંકે વિજેતા બની સ્કુટર મેળવનાર અમી કોઠારી, બીજા ક્રમાંકે રહી ડાયનીંગ ટેબલ મેળવનાર વિદીશા કોઠારી, ત્રિજા નંબરે નિલંકઠ જવેલર્સનાં ધર્મેશભાઈ શાહ તરફથી સોનાનો ચેઈન મેળવનાર રીયા દોશીને એનાયત કરાયા હતા.
આજનાં મેગા ફાઇનલમાં જુનિયર બ્ોસ્ટ પરર્ફોમન્સ કિડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ ક્રમાંકને નિલકંઠ જવેલર્સનાં માન-મતિ સત્યમભાઈ મહેતાનાં સૌજન્યથી સોના નો ચેઈન મેળવનાર રેયાંશ ખારા, બીજા ક્રમાંકે રહી વિજય ઈલેકટ્રોનીક્સનાં સૌજન્યથી 32 ઇંચ સ્માર્ટ ટીવી મેળવનાર ધ્યેય શેઠ, ત્રિજા નંબરે ગેલેકસી સાઈકલનાં અનીષભાઈ વાધરનાં સૌજન્યથી તરફથી સાઈકલ મેળવનાર ભવ્ય શેઠને એનાયત કરાયા હતા. આજનાં મેગા ફાઇનલમાં જુનિયર બ્ોસ્ટ પરર્ફોમન્સ કિડ્સ પ્રિન્સેસ તરીકે પ્રથમ ક્રમાંકને કેતનભાઇ દોશીનાં સૌજન્યથી સોના નો ચેઈન મેળવનાર કયારા ઝાટકીયા, બીજા ક્રમાંકે રહી વિજય ઈલેકટ્રોનીક્સનાં સૌજન્યથી 32 ઇંચ સ્માર્ટ ટીવી મેળવનાર કશીશ અજમેરા, ત્રિજા નંબરે માન અને મતિ ભાવિકભાઈ શાહનાં સૌજન્યથી તરફથી સાઈકલ મેળવનાર જીનલ ઝાટકીયને એનાયત કરાયા હતા.
- Advertisement -
આ મેગા ફાઈનલ રાઉન્ડ રાસોત્સવમાં ચાલુ વરસાદે ઉત્સાહભેર જોડાઈને જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવનાં અંતિમ પડાવને સફળતા પૂર્વક સર કરાવનાર તમામ ખેલૈયાઓ, સ્પોન્સરઓ, દાતા પરિવાર, દર્શકો, મહેમાનઓ, જૈન સમાજનાં અગ્રણીઓ, સાથી સંસ્થાઓ, રાસોત્સવને જરૂરી સેવા પુરી પાડનાર વિવિધ એજન્સીઓ, સરકારી વિભાગનાં વિવિધ અધિકારીઓ, રાજકોટની અખબારી આલમ તથા અન્ય મીડીયા કર્મિઓ તથા આ રાસોત્સવને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ રૂપ બનનાર તમામ લોકોનો જૈનમનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાએ આ તકે ખાસ આભાર વ્યકત કરેલ હતો.