By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 21મી સદીમાં પણ સૌરાષ્ટ્ર શુકન અપશુકનની માન્યતામાંથી હજુ બહાર નથી આવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > 21મી સદીમાં પણ સૌરાષ્ટ્ર શુકન અપશુકનની માન્યતામાંથી હજુ બહાર નથી આવ્યું
લાઇફ સ્ટાઇલ

21મી સદીમાં પણ સૌરાષ્ટ્ર શુકન અપશુકનની માન્યતામાંથી હજુ બહાર નથી આવ્યું

Khaskhabar Editor
Last updated: 2021/06/30 at 11:04 AM
Khaskhabar Editor 5 years ago
Share
13 Min Read
SHARE

શુકન-અપશુકન વિશે લગભગ બધાંએ સાંભળ્યું હશે. વિજ્ઞાનના જમાનામાં આજે પણ જયારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ ત્યારે શુકનનું મહત્વ ખુબ વધી જાય છે. બિલાડી આડી ઉતરે તો સારા કામમાં વિઘ્ન આવશે તેનો એકવાર વિચાર આજે પણ આપણને આવી જ જાય છે. સંસાર માત્ર શુકન અને અપશુકનની વચ્ચે છે.શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા નિશ્ચિત જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં આવી મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.

આપણા સમાજમાં ઘણી માન્યતાઓ કે અંધશ્રદ્ધા, શુકન – અપશુંકન સાથે જોડાયેલી છે. કોઈ એક વ્યક્તિ સાથે અપશુંકન થાય એનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિ સાથે સમાન ઘટના ઘટે. આ માટે આપણે નસીબને દોષ દઈએ છીએ. પરંતુ એકવાર થાય તે દરેક સમયે બંને એવુ હોતું નથી. આ બધી અમુક સમયે આપણા મગજમાં ઘર કરી ગયેલી માન્યતાઓ અને આપણા વિચારોનો મતભેદ છે. હકીકતમા આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનને સાબિત કરી દીધું છે કે આ બધી વસ્તુ માત્ર માનસિક બીમારી જ છે અને તે યોગ્ય તપાસ અને સારવાર દ્વારા સંપૂર્ણ રીતે મટી શકે છે.

- Advertisement -

આવા વહેમના ઉપદ્રવ થવા માટે ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે.:-
– બાળ ઉછેર દરમ્યાનની ઘટનાઓ
– વાતાવરણની અસર
– શિક્ષણનો અભાવ
– વાસ્તવિકતાથી વાકેફ ન હોવું.
– પ્રતિકૂળ સંજોગો
– અપેક્ષા અને મહત્વકાંક્ષા વચ્ચેનો તફાવત ન સમજવો
– કોઈના કહ્યા પ્રમાણે જ કરવું પોતાની અંગત માન્યતાને અથવા વિચારોનો અમલ ન કરવો
– બીજાની વાતોમાં આવી જવું.
– રૂઢિગત માન્યતાઓમાં પરિવર્તન ન કરવું

અપશુંકન વિશે લોકોની માન્યતા અંગે 1260 લોકો પર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ડિમ્પલ રામાણીએ સર્વે કર્યો. જેમાં 71.10% ગામડાના લોકો શુકન અપશુકનમાં માને છે અને 54% શહેરી વિસ્તારના લોકો શુકન અપશુકન વિશે માને છે. પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓ અપશુકન વિશે વઘુ દ્રઢ માન્યતા ધરાવે છે.

* 89% લોકો બિલાડી આડી ઉતરે તો અપશુંકન થાય એવુ માને છે.

- Advertisement -

* 92% લોકો માને છે કે કલકલીયો ઘર પર બોલે તો ઘરમાં કંઈક અજુગતું થાય જ ઝઘડાઓ થાય છે . જે અપશુંકનીયાળનું પ્રતિબિંબ મનાય છે.

* 95 % લોકોનું માનવું છે કે દૂધનું ઢોળાવું તેને અપશુકન માનવામાં આવે છે. તે નજીકના ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થવાનો સંકેત આપે છે.

* આપણી પરંપરામા છે જયારે કોઈ ઘરનું વ્યક્તિ બહાર જાય એટલે ચાલતી વેળાએ ચા નું ન કહેવાય.
87% લોકો એવુ માને છે કે બહાર જતી વખતે ચા નું પૂછીએ તો અપશુંકન ગણાય.જરૂરી કામ પર જતાં સમયે જો કોઇ પારિવારિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે. માટે બહાર જતી વખતે કોઈને જમવાનું કે ચા પીવાનું ન કહેશો તેનાથી અપશુકન થાય છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી નથી અને ધાર્મિક તહેવારો વ્યવસ્થિત ઉજવાતા નથી તૅ મોટુ અપશુકન છે તેવું 63.99% લોકો માની રહ્યા છે. *રથયાત્રા નીકળશે અને ભગવાન જગન્નાથ શેરીએ શેરીએ ફરશે એટલે મહામારીનો કોપ ગાયબ થશે તેવું 45% લોકો માની રહ્યા છે.

* આપણે નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીએ છીએ. છતાં 74% લોકો એવુ માને છે કે રસ્તામાં જતા સાપ આડો ઉતરે તો તે અપશુંકન કહેવાય.

* 69% લોકો એવુ માને છે કે કોઈ સારા કામમા છીંક આવવી એ અપશુંકનની નિશાની ગણાય.

 

* 58 % લોકો માને છે કે ઘરના કોઈ સભ્યો બહાર જાય પછી તરત જ કચરા કઢાય નહિ. નહીંતર અપશુંકન થાય. કોઇપણ પારિવારિક સભ્ય જો મહત્વપૂર્ણ કાર્ય હેતુ ઘરથી બહાર નીકળી રહ્યો હોય અને તેના નીકળી ગયા પછી તરત જ જો ઘરમાં કચરો વાળવામાં આવે તો વ્યક્તિની સફળતા પર શંકા આવી શકે છે.

* 64 % લોકોનું માનવું છે કે જરૂરી કામ પર જતી સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળથી ટોકી દે તો જે કામ માટે તમે જઇ રહ્યા છો,તેમાં સામાન્ય રૂપે તમને અસફળતા હાથ લાગી શકે છે.જે અપશુંકન ગણાય છે. કોઈને કોઈ વિઘ્ન આવે છે.

* 71% લોકોનું માનવું છે કે ઘરની આજુબાજુ કૂતરું રડે તે અપશુંકન મનાય છે.

* 56 % લોકોનું કહેવું છે કે મહત્વપૂર્ણ કામ પર જતા સમયે જો ઘરની બહાર કોઇ કૂતરૂ શરીર ખંજવાળતું જોવા મળે  તો કાર્યમાં બાધા આવી શકે છે.જે અપશુંકન ગણાય છે.

* 52 % લોકોનું માનવું છે કે ઘરની બહાર નીકળતી વખતે જો કાળાં કપડાં પહેરેલી કોઈ વ્યક્તિ સામે મળે તો તેને અપશુકન માનવામાં આવે છે.

* 67% લોકોનું માનવું છે કે, બહાર જતી વખતે કોઈ ‘ક્યાં જાવ’ એવું કહે એટલે અપશુકન થાય છે. અથવા ધારેલું કાર્ય પાર પડતું નથી. કેટલીક વ્યક્તિ બહાર જતા હોય અને કોઈ પાછળથી એવું કહે કે, ‘ક્યાં જાવ છો’ તો તરત કહેશે કે, આમ બહાર જતા હોઈ ત્યારે ‘ક્યાંકારો’ શું કરે છે, મારુ કામ બગડશે.

મનોવિજ્ઞાન ભવનમાં ફોન કોલ્સ દ્વારા આવેલ કિસ્સાઓ :-

(1)કોરોનામાં દીકરીનો જન્મ થવો એ ખરાબ વાત છે?મારાં ઘરે દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારથી મારાં દીકરાનો ધંધો ઠપ થઈ ગયો છે.દિકરીનો જન્મ જ ખરાબ છે. બધા કહે છે દીકરી ન હોવી જોઈએ.આ અપશુંકનિયાળ છોકરી છે. આનું શું કરવું? અનાથ આશ્રમમા મૂકી આવવાનું મન થાય છે .

જવાબ :- દીકરીનો જન્મ એ નસીબદારના ઘરે થાય છે. દીકરી આપશુંકનીયાળ ક્યારેય ન હોય શકે. દીકરીને તુલસીનો ક્યારો, ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જન્મ મરણ એ કુદરતના હાથની વાત છે . તમે ખુદ કોઈની દીકરી છો તો તમે તમારા જ દીકરાની દીકરી માટે આવા શબ્દોનો કેમ ઉપયોગ કરી શકો. રહી વાત તમારા દીકરાના ધંધાની તો આ કોરોના બીમારી અને લોકડાઉન દરમ્યાન બધા ધંધા ઠપ થઇ ગ્યા છે. તમારે એક ને જ નુકસાન થયું છે એવુ નથી. માટે તમારા ઘરમાં પધારેલ લક્ષ્મી વધાવો. આવી માનસિકતામાંથી બહાર આવો.

(2) આ કોરોનામાં અમારા હજુ હમણાં જ લગ્ન થયાં છે. મારાં પપા કોરોનામાં મૃત્યુ પામ્યા. તેને કિડનીનો પ્રોબ્લેમ હતો. જેથી તે સક્ષમ જ નોતા. પરંતુ મારાં ઘરના અને મારાં સબંધીઓ મારી પત્નીને આપશુંકણિયાળ માને છે. હવે કહે છે કે તારા આ ઘરમાં આવ્યા પછી જ મારો પતિ મરી ગયો. માટે તું અપશુંકનિયાળ છો. તારું આ ઘરમાં રહેવું શક્ય નથી.

જવાબ :- એક પત્ની એના પતિના ભરોસે તેના સાસરિયામા પગલા માંડે છે. માટે આ પરિસ્થિતિમા તમારે તમારી પત્નીનો સાથ આપવો જરૂરી હોય છે. પણ એનો અર્થ એવો નથી કે તમારા મમીને છોડીને જતા રહો. તમારા મમીને સમજાવો કે એ કોઈની દીકરી છે, કોઈની બહેન છે.કહો મારી બહેન સાથે કોઈ આવુ વર્તન કરે તો?જીવન મરણ કુદરતના નિયમને આધીન છે જ્યાં કોઈનું ચાલે નહિ. બધાને એકવાર જવાનુ જ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નકી છે. કોઈ અમર જીવનની પટી લઈને નથી આવ્યું. માટે સમજાવો કે જે વ્યક્તિ જતું રહ્યું છે એ હવે પાછુ નહિ આવે પણ જો તમારી વહુને આવા મેણાટોણા મારી કાઢી મુકશો તો તમારી આબરૂ પર કલંક લાગશે.સાથે તમારા પપાની બીમારીથી વાકેફ કરાવો કે માત્ર કોરોના એક જ બીમારી તમારા પપાના મૃત્યુનું કારણ ન હતી તેમની બંને કિડની ફેઈલ હતી જેથી તે હવે ટકી શકે કે બીમારી સાથે લડી શકે એમ ન હતા.

(3) આ મહામારી દરમિયાન માંડ માંડ ધંધા શરુ થયાં.પ્રથમ દિવસ જ ખરાબ. આ બિલાડીએ તો મારું બધું બગાડ્યું.હું જયારે ઓફિસે જવા ઘરેથી નીકળ્યો અને વચ્ચે બિલાડી આડી પડી. આ બિલાડી એક તો અપશુંકનિયાળ ગણાય જ છે એમાં મારું બધું બગાળ્યું. ઓફિસે પ્રથમ દિવસે જ અધિકારી સાથે ઝગડો થયો જેના કારણે હવે હું ખૂબ સ્ટ્રેસમા રહુ છું. હું માનસિક રીતે અસ્વસ્થતા અનુભવું છું.

જવાબ :- કોઈપણ કાર્ય પાછળ કારણ કોઈપણ હોય શકે.જરૂરી નથી કે તમે જે બિલાડી પર આરોપ મુકો છો એ જ હોય. એમાં કોઈ શંકા નથી કે બિલાડી એ અપશુંકનિયાળ મનાય છે. પણ બિલાડીનો જન્મ એ પણ કુદરતી નિયમોને આધીન છે. તો બિલાડી સાથે કશુક થાય તો એ આપણને અપશુંકનીયાળ માનતી હશે ને? આપણને મનુષ્ય અવતાર મળેલો છે તો એનો અર્થ એ નથી કે બીજા કોઈ પ્રાણીમાં જીવ નથી. ઘણીવાર જવાબદાર આપણે હોય છીએ અને આરોપો બીજા પર મૂકીએ છીએ. જેને મનોવિજ્ઞાનનિ પરિભાષામા આરોપણ પ્રયુક્તિ કહેવાય છે. આ આપણા વિચારોની માન્યતા ઓ છે. માટે તમે ચિંતા નહિ કરો અને ફરીથી ઓફિસે જવાનુ શરુ કરી દો. તમારો પરિવાર મહત્વનો છે. ઝગડો નહિ.

(4)મારા દીકરાનો જન્મ થયો ત્યાર પછી અમારા ઘરમાં બધું સારું સારું થતું હતું. પણ હવે મારા સાસુને એમ થાય છે કે, મારા દીકરાના જન્મના કારણે આ બધું થાય છે. ઘણીવાર એવું કહે કે, ઘરમાં તારા દીકરાના કારણે જ બધુ બગડે છે.

જવાબ: તમારા દિકરાના કારણે પેલા બધું સારું થતું જ હતું. અત્યારે કાઈ થાય છે તો એ પરિસ્થિતિના કારણે કંઈક નાનું મોટું થાય આમા તમારા દીકરાનો જન્મના કારણે નહીં પરંતુ તમારી નબળી માનસિકતાને કારણે આ બધું થાય. અને તમારા સાસુને સમજાવો કે આ બધું થાય બધાના ઘરમાં એવું થતું હોઇ. અને કહો કે, થોડા દિવસમાં સારું થઈ જશે.
કોઈ વ્યક્તિના જન્મ કે જન્મ પછી કાઈ નાનું મોટું ઘરમાં થાય તો આ બનવા જોગ હોઈ એ બને જ. આમ કોઈ વ્યક્તિના જન્મને આપણે અપશુકનિયાળ ન કહી શકાય.

(5)જ્યારે પિરિયડ્સમાં હોઇ કોઈ વસ્તુ ઘરમાં અડવાની નહીં. બધું અલગ જ રાખવાનું હોઈ છે. મારુ બાળક હજુ 8 મહિનાનું છે. મારા ઘરના મને મારા બાળકને રમાડવાની ના પાડે છે. હવે એ તો બાળક છે સ્વાભાવિક છે. બાળક માં વગર ના રહી શકે. અને આટલું નાનું બાળક માં વગર કેમ રહે ઘણીવાર રડતું હોઇ છતાં મને તેને અડવા નથી દેતા. એક માં તરીકે મારા બાળકને આમ રડતું જોઇ શકતી નથી.

જવાબ. સૌ પ્રથમ તો તમારા ઘરના સભ્યોને સમજાવો કે, પીરિયડ્સએ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં બાળક ને આમ દૂર કરવું યોગ્ય નથી. કેમ કે, વધુ વખત એવું થશે તો એ બીમાર પડી શકે છે. અને આમ પીરિયડ્સ હોઈ ત્યારે કઈ થાય નહીં માટે બાળકને મારાથી દૂર ન કરો અને એને શાંતિથી મારી પાસે રહેવા દો.

(6) આજે સ્ત્રી જન્મ શું એ કોઈ ગુનો છે? અમારા ઘરમાં એવો રિવાજ છે કે અમારે બધાને ક્યાંક બહાર જવાનુ થાય ત્યારે અમારે લોકોએ 1 કલાક પહેલા તૈયારી કરવી પડે છે એટલે કે અમારે સરસ અને વ્યવસ્થિત તૈયાર થઈને અને સાજ શણગાર સજીને જ જવાનુ. અમારે જવું ન હોય તો પરાણે સાથે જવાનુ. મુખ્ય કારણ કોણ તો કે અપશુંકન. આ લોકોને અપશુંકનના ભયના કારણે એટલે કે આ લોકોનું માનવું એવુ છે કે આ લોકો સામે જો બિલાડી આડી ઉતરે અથવા દૂધ વાળો સામે જોવા મળે અથવા કોઈ કાળા કપડાં પહેરેલી વ્યક્તિ સામે આવે તો અમે સાથે હોય તો આ લોકોને કોઈ વિઘ્ન ન આવે અથવા અપશુંકનની અસર જ ન થાય. આ એક પ્રકારનો અમારો ઉપયોગ કરે છે.

જવાબ :- તમારી વાત સાચી છે કે આ એક પ્રકારનો ઉપયોગ થયો કહેવાય.પણ હું તમને એક વાત કહું. ઘણી સ્ત્રીઓ એવી છે જેને ઘરની બહાર નીકળવા મળતું નથી, બહાર જવા દેવામાં આવતી નથી, ચાર દીવાલની વચ્ચે જ રહેવાનું,નહિ ફરવા જવાનુ કે નહિ બહારની દુનિયા જોવાની.આ વો એક પ્રકારે ત્રાસ આપવામાં આવે છે. અહીં તમને કોઈ એક નિષેધક કારણને લીધે બહાર જવા તો મળે છે. બહારની દુનિયા તો જોવા મળે છે. તમે સ્વસ્થ રહી શકો છો. બીજાનું જોઈને અમુક બાબતો શીખી શકો છો. અમુક બંધનમાંથી મુક્ત તો છો. આપણા પરિવાર માટે જ કરવું તો હકારાત્મક વિચારો રાખવા.

-ડૉ .ડિમ્પલ જે.રામાણી
-ડૉ. યોગેશ જોગસણ

You Might Also Like

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં રાંદેરના સુરતી મોઢ વણિક સમાજના આઘેડના અંગદાનથી પાંચને નવજીવન મળ્યું
Next Article આજથી ૩૦ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી અને બે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસી આપવામાં આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?