સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષે ત્રણ માઈકને નુકસાન પહોંચાડવા સાથે અન્ય નુકસાન પણ પહોંચાડયું હતું. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભ્યોની ચુંટણી વખતે વિપક્ષના એક સભ્યની હાર થતાં વિપક્ષ આમ આદમી પાર્ટીના નગર સેવકો અને કાર્યકરોએ તોફાન મચાવી પાલિકાના સામાન્ય સભા ખંડના ૧૨ માઈક, દરવાજા કાચ, ટેબલ ખુરશી તોડી નુક્સાન પહોંચ્યાડની ફરિયાદ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી અંતર્ગત નોંધાવાઇ હતી. આરોપીઓની ધરપકડ પણ થઇ હતી. ત્યારબાદ ગત સામાન્ય સભામાં પણ વિપક્ષ આપે નક્કર વિરોધને બદલે હોહાની પધ્ધતિ અપનાવી હતી. એક સભ્યને સસ્પેન્ડ કરાતા બાકીના તમામે વોકઆઉટ કર્યો હતો. તે સાથે ત્રણ માઇક પમ તોડીને તેમાં પાણી નાંખી દીધું હતું. જેથી શોર્ટ સર્કીટની ભીતી પણ સર્જાઇ હતી. વિપક્ષની આ નીતિ સામે પાલિકા તંત્ર લાચાર છે. આવી તોડફોડ બદલ નક્કર કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે.
સામાન્ય સભામાં પણ વિપક્ષે ત્રણ માઈક તોડી પાણી નાંખી દીધું
You Might Also Like
Follow US
Find US on Social Medias


