ઉપલેટાના ખાખીજાળીયા ગામની ઘટના
વરસાદથી પાણી ટપકતું હોય તેવા દૃશ્યો સામે આવતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા, તા.4
ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખીજાળીયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલા જ વરસાદ આવતાની સાથે નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ખાખીજાળીયા ગામમાં નવનિર્માણ પામી રહેલી આ આંગણવાડી કેન્દ્રના ઈમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકુ કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
અહીંયા જોવા મળેલ દ્રશ્યો અને વાસ્તવિક સ્થિતિ પરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને કહી શકાય છે કે અહીંયા આંગણવાડી શરૂ થાય તે પહેલા જ ચોમાસાના વરસાદે તંત્ર અને જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અહીંયા પહેલા જ વરસાદની અંદર વરસાદ આવ્યા બાદ અહીં આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ખાખી જાળીયા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલ આ આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવ્યું છે જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
આ અંગે ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્ય અને સ્થાનિક રહેવાસી એવા ભરતભાઈ સુવાએ જણાવ્યું છે કે, ખાખી જાળિયા બની રહેલ આંગણવાડીમા જે છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર થયો છે તે પણ અહીં સ્પષ્ટ રીતે દેખાય છે ત્યારે આ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે સરકાર દ્વારા આવડી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવી હોય તો આ પૈસાનો દૂર ઉપયોગ થાય છે અથવા કોઈ મળતીયાઓ આ પૈસાનો ભ્રષ્ટાચાર કરે છે. જે મળતીયાઓ આવો ભ્રષ્ટાચાર કરતા હોય અને જેમને આ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આજે નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે તે કામ વ્યવસ્થિત કરવો જોઈએ કારણ કે અહીંયા બાળકોનું ભવિષ્ય છે.