વાત કેવળ એ નથી કે આવા ઓપરેશન પછી પણ પીડાઓનો અંત નથી આવતો, સમસ્યા એ છે કે સર્જરી પછી બીજી ઘણી નવી સમસ્યાઓ ઊભી થાય છે
સામાન્ય દેશી ભાષામાં જેને ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન કહેવામાં આવે છે તે ની રિપ્લેસમેન્ટ સર્જરીના કિસ્સા આજકાલ બહુ સામાન્ય બની ગયા છે. પરંતુ આ ની રિપ્લેસમેન્ટ સર્જરી ખરેખર શું છે, તેના ભયસ્થાન શું, તેનું ઔચિત્ય શું, તેની સફળતાની સંભાવનાઓ કેટલી આ બધી બહુ વિચારવા જેવી બાબતો છે આર્થરાઇટિસ કે ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓમાં ભારે પેન કિલર અને સ્ટીરોઈડ દવાઓના મારા પછી પણ દર્દીને કોઈ રાહત નથી મળતી ત્યારે તેનું પ્રત્યેક ડગલું તેમની ભીતર એક ચીસ પેદા કરે છે. આ એક એવો તબક્કો છે જેમાં દર્દી માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી આવશ્યક બની ગઈ હોવાનું આધુનિક તબીબી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે.
ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી: સામાન્ય ભાષામાં કહું તો ઘૂંટણ બદલવાની આ શસ્ત્રક્રિયા વાહનમાંથી ઘસાઈ ગયેલા ભાગને દૂર કરી તેની જગ્યાએ નવો પાર્ટ નાખવા જેટલી સરળ બાબત નથી. તેનાથી બિલકુલ વિપરીત રીતે ઘૂંટણની ફેરબદલી એ એક મેજર સર્જરી છે જેમાં કુદરતી ઘૂંટણના સાંધાને કાપી તેની જગ્યાએ મેટલ અથવા પ્લાસ્ટિક પ્રોસ્થેસિસ નાખવામાં આવે છે. જોકે આ બધું બહુ જટિલ હોવા ઉપરાંત તેની સાથે સર્જરી દરમિયાનની અને ત્યાર પછીના સમયગાળામાં મહત્વપૂર્ણ બની રહેનાર ઘણી બધી વાતો જોડાયેલી છે. આવી શસ્ત્રક્રિયા હોસ્પિટલ અથવા બહારના દર્દીઓને એમ્બ્યુલેટરી સર્જરી કેન્દ્રમાં કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ તેમાં એનેસ્થેસિયા જરૂરી હોય છે જે યા તો સામાન્ય એનેસ્થેટિક અથવા કરોડરજ્જુમાં સ્પાઇનલ બ્લોક હોઈ શકે છે. ત્યારબાદ ઘનિષ્ઠ શારીરિક સારવાર પણ જરૂરી બનતી હોય છે અને તેમાં પુષ્કળ સમય અઢળક પૈસા ખર્ચાય જાય છે, વળી આ બધા છતાં દર્દી માટે અસહ્ય પીડા ઊભી જ હોય છે. ડોક્ટરની કેબિનમાં કે તેમના પ્રચાર કેન્દ્રોમાં આવી સર્જરી માટેના નવા મૂર્ઘાને આવું ઓપરેશન કરાવનાર જૂના ખુશખુશાલ દર્દીઓના એવી વિડિયો ફિલ્મ બતાવવામાં આવે છે
- Advertisement -
ની રિપ્લેસમેન્ટની નિરર્થકતા
તેના મજબૂત અને સરળ તેમજ સસ્તાં વિકલ્પો તથા આવી સ્થિતિ જ ઊભી ન થાય તે માટે લોકોને પ્રશિક્ષિત કરવા જરૂરી છે
જેમાં આ દર્દીઓ મોહક વિજેતાઇ સ્મિત રેલાવતા અપિલિંગ ભાવપૂર્ણ અદાઓમાં પોતે આ સર્જરી કરાવ્યા પછી કેટલા સુખી થઈ ગયા છે તેના બયાન આપતા હોય છે. આવા વીડિયોમાં તેમને સ્કીઈંગ કરતા કે અન્ય એકદમ સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે, સવાલ એ છે કે આ બધામાં સત્ય કેટલું? તમે ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ભયસ્થાનો અને ત્યાર પછીની દર્દનાક જિંદગીની સંભાવનાઓ વીશે કાઈ જાણો છો? શું તમે શસ્ત્રક્રિયા અને દવા વીના જ અગાઉ જેવું સામાન્ય જીવન જીવવા માંગતા નથી? તો હવે સહુ પ્રથમ તો અમે તમને આ ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ગેરફાયદાઓ, તેની જટિલતા વીગેરે બાબતોથી થોડા માહિતગાર કરી દઈએ.
1. ઘસાઈ ગયેલા સાંધાઓને રિપ્લેસ કરવા માટે વધારાની સર્જરીની જરૂર પડે છે
આ બાબતે સત્ય એ છે કે કૃત્રિમ ઘૂંટણના સાંધા (કૃત્રિમ અંગ) કાયમ ટકી શકતા નથી. ઘૂંટણની ફેરબદલી વખતે વ્યક્તિની ઉંમર જેટલી ઓછી તેટલી આ કૃત્રિમ જોડાણ ટકવાની સંભાવનાઓ વધારે. વળી જો વ્યક્તિનું વજન વધારે હોય તો વિશેષ શસ્ત્રક્રિયાની જરૂરત પડે છે. તે ઉપરાંત વ્યક્તિને શારીરિક શ્રમ બહુ રહેતો હોય, વધુ દોડધામ રહેતી હોય અથવા તો જોરદાર રમતો રમતા હોય તેવી વ્યક્તિ માટે ઘૂંટણની ફેરબદલીમાં જોખમો વધી જાય છે. પાંચ વર્ષ પછી લગભગ 6% અને દસ વર્ષ પછી 12% ના રિવિઝન દર અપેક્ષિત છે.
2. ડીપ વેઈન થ્રોમ્બોસિસ (ઉટઝ)
આ એક ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં દર્દીના શરીરની એક અથવા વધુ ઊંડી નસોમાં લોહી ગંઠાઈ જાય છે. સામાન્ય રીતે આવું પગમાં થાય છે. લોહી ગંઠાઇ જઇને રક્ત પ્રવાહ દ્વારા ક્યારેક ફેફસામાં જાય છે, જેના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. તબીબી ભાષામાં તેને પલ્મોનરી એમબોલિઝમ કહેવામાં આવે છે. હોસ્પિટલના રોકાણ દરમિયાન આવા 3% ઉટઝ કેસ નોંધાય છે.
3. એનેસ્થેસિયાની ગૂંચવણો
સામાન્ય આડઅસરોમાં ઉલટી, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં જ્ઞાનાત્મક તકલીફ થઈ શકે છે.
4. ચેપ
ચેપ એ ગંભીર સ્થિતિ છે અને તેમાં ત્વચા, સ્નાયુઓ અથવા કૃત્રિમ સાંધાનો સમાવેશ થઈ શકે છે. ઘણી વખત કૃત્રિમ સાંધાને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવા અને એન્ટિબાયોટિક્સ પછી પછીના સમયે બદલવામાં આવે છે.
5. કૃત્રિમ સાંધા ઢીલા અથવા અવ્યવસ્થિત બને છે
દર્દીના સંધિવાગ્રસ્ત ઘૂંટણને શસ્ત્રક્રિયાથી કાપી નાખ્યા પછી તેના સ્થાને કૃત્રિમ સાંધાને ગોઠવી તેને સિમેન્ટ કરવામાં આવે છે. કમનસીબે આ સિમેન્ટ સાંધાને હંમેશા પકડી રાખતું નથી. પરિણામ એ આવે છે કે કૃત્રિમ સાંધા અવ્યવસ્થિત થાય છે. આવા સંજોગોમાં સારવાર માટે ઘણીવાર બીજી સર્જરીની જરૂર પડે છે.
6. પગની લંબાઈમાં ફેરફાર
શસ્ત્રક્રિયા સમયે ઊંક્ષજ્ઞભસ – સક્ષયયમ અને ઇજ્ઞૂ હયલલયમ જેવી સ્થિતિને ઠીક કરવામાં આવતી હોય છે જેના પરિણામે સર્જરી પછી બંન્ને પગની લંબાઈમાં ઘણી વખત તફાવત આવે છે, જે પીઠ, હિપ અને પગની ઘૂંટીની સમસ્યાઓને વધારી દે છે.
- Advertisement -
સર્જરી બાદ વિડીયોમાં સ્કીઈંગ કરતા કે સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે
આ બધામાં સત્ય કેટલું?
7. એલર્જિક પ્રતિક્રિયાઓ
કૃત્રિમ ઘૂંટણના સાંધામાં ટાઇટેનિયમ અથવા કોબાલ્ટ-ક્રોમિયમ આધારિત એલોય હોઈ શકે છે. અસ્થિ સિમેન્ટ એક સંયુક્ત ઇપોક્સી છે. દર્દીઓને કૃત્રિમ અંગ, સિમેન્ટ અથવા બંનેથી એલર્જી થઈ શકે છે. આ બાબતે અનેક વખત વધારાની શસ્ત્રક્રિયા જરૂરી છે.
8.ચેતા નુકસાન
ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા દરમિયાન ચેતા નુકસાન થઈ શકે છે અને થાય છે. તે 10% જેટલા કેસોમાં થવાનો અંદાજ છે. સામાન્ય લક્ષણોમાં નિષ્ક્રિયતા આવે છે, પગની સંવેદનામાં ઘટાડો થાય છે, નબળાઇ આવે છે, ઝણઝણાટ થાય છે, સળગતું હોય કે કાંટા વાગતા હોય તેવી અનુભૂતિ થાય છે.
9.રજ્જૂ અને લીગામેન્ટ્સને નુકસાન
લીગામેન્ટ્સ અને રજ્જૂ ઘૂંટણ માટે મહત્વપૂર્ણ સ્થિરતા પ્રદાન કરે છે. શસ્ત્રક્રિયા દરમિયાન આ ઇજાગ્રસ્ત થઈ શકે છે જેના કારણે પીડા, અંગોમાં હિલચાલ, અને અસ્થિરતા પેદા થાય છે.
10. ઘૂંટણની જડતા અને હલન ચલન ગુમાવવું
ઘૂંટણ બદલ્યા પછી મોટા ભાગના દર્દીઓ ઘૂંટણની જડતા અને ગતિ ગુમાવવાની ફરિયાદ કરે છે. આ બન્ને સ્થિતિમાં ચાલવા અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ પર રોક આવી જાય છે.
11.ઘા અને રક્તસ્રાવની સમસ્યાઓ
અનેક વખત સર્જરીના ઘા રૂઝાવામાં બહુ સમય લાગે છે જે ડાયાબિટીસ કે રોગપ્રતિકારક પ્રતિભાવની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સામાન્ય છે.
12. સતત દુખાવો
ઘૂંટણની ફેરબદલી કર્યા પછી પણ 40% જેટલા દર્દીઓને સતત દુખાવો ચાલુ રહે છે
13. હાર્ટ એટેકનું જોખમ વધે છે
ઘૂંટણ બદલાયા પછી તે દર્દીઓમાં હાર્ટ એટેક આવવાની શક્યતા 9 ગણી વધારે હોય છે.
14. લોહીમાં ઝેરી ધાતુના આયનોનું નિર્માણ
ઘૂંટણની કૃત્રિમ અંગો ધાતુઓથી બનેલી હોય છે જેમાં ઘસારો થતો હોય છે. આ બગાડ લીક થઈને લોહીમાં ભળે છે, જે અનેક બીમારી પેદા કરે છે.
ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીનો સફળતા દર શું?
ઘુટણની આવી સર્જરી પર થયેલા કેટલાક અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ડોક્ટરોએ જેમને આ સર્જરીની ભલામણ કરી હોય તેવા 90% દર્દીઓને આ ઓપરેશન ની જરૂર હોતી નથી. ઘૂંટણનું આવું ઓપરેશન કરાવનાર લોકોમાંથી લગભગ 50% થી વધુ લોકોને ચોક્કસ પ્રકારની ગંભીર નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી.
શું ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી પીડામાં નોંધપાત્ર ઘટાડો પ્રદાન કરે છે?
ના! તાજેતરના એક અભ્યાસમાં, ઘૂંટણની બદલીના લગભગ એક વર્ષ પછી, 10માંથી 4 દર્દીઓએ હજુ પણ ઘૂંટણમાં 3-5/10નો દુખાવો નોંધ્યો છે. અન્ય અભ્યાસમાં, ઘૂંટણની ફેરબદલીના 44% દર્દીઓએ સતત પીડાની જાણ કરી હતી અને તેમાંથી 15% દર્દીઓને ગંભીર પીડા હતી.