ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કલેકટર મારફત ઙખને રજૂઆત કરી
રાજકોટથી અમદાવાદ, પોરબંદર નેશનલ હાઈ-વે પ્રોજેકટ ઝડપી પૂર્ણ કરવા માંગ
- Advertisement -
રાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની વર્ષોથી થતી વાતો હજુ સુધી સાકાર થઈ નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે રાજ્યમાં એક માત્ર રાજકોટમાં કાર્યરત અઈંઈંખજ હોસ્પિટલના નિર્માણને 6 વર્ષ થઈ ગયા બાદ પણ સુપર સ્પેશિયાલિટી સારવાર, હાડકાના ઓપરેશન માટે ઇમ્પ્લાન્ટ અને નર્સિંગ કોલેજ સહિતની સુવિધાઓ શરૂ થઈ શકી નથી. આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પ્રોજેકટ ઝડપી પૂર્ણ કરવામાં આવે, રાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની સાથે ભક્તિનગર અને મોરબી હાઉસ રેલ્વે સ્ટેશનને પણ ડેવલોપ કરવામાં આવે એવી માગ કરી હતી તો બામણબોરથી સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા સહિતના વિસ્તારોમાંથી ખનીજચોરી રોકવામાં આવે અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે મુસાફરોને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે એવી સુવિધા ઉભી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેકટ એવી અઈંઈંખજ હોસ્પિટલનો પ્રોજેકટ આજે પણ પૂર્ણ કક્ષાએ સાકાર થઈ શક્યો નથી. અઈંઈંખજ હોસ્પિટલના બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશનનુ કામ ખુબજ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. હજુ સુધી બીલ્ડીંગ-એ અને બીલ્ડીંગ-બી બની શકી છે. બીલ્ડીંગ-સી અને બીલ્ડીંગ-ડી અઈંઈંખજના સ્ટાફ કવાર્ટસ કયારે બનશે તેની કોઈ સમય મર્યાદા નથી. જે નક્કી કરવુ ખુબજ જરૂરી છે. પ્રધાનમંત્રીએ 2020માં આ પ્રોજેકટને ખુલ્લો મુક્યો હતો, જેને આજ 6 વર્ષ જેવો સમય થવા આવ્યો છતાં હજુ પણ અઈંઈંખજ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ચાલુ થઈ શકી નથી એટલે કે ત્યાં ન્યુરોસર્જન, કીડની અને કેન્સર સહિતની અનેક સેવાઓ શરૂ થઈ શકી નથી જે ભારત સરકારના આરોગ્ય વિભાગની મોટી નિષ્ફળતા બતાવે છે. અહીં હાડકાના ઓપરેશનમાં વપરાતા ઈમ્પ્લાન્ટ દર્દીઓ પાસેથી બહારથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત નર્સિંગ કોલેજ 2023માં ચાલુ કરવાની હતી અને નર્સિંગ ટ્યુટરની ભરતીની જાહેરાત પણ બે વર્ષ પહેલા કરવામાં આવી હતી. અત્યારે 2026 ચાલુ થયું છતાં નર્સીગ કોલેજ ચાલુ નથી અને નર્સિંગ ટયુટરની ભરતીઓ પણ થઈ નથી. આ ઉપરાંત અહીં કામ કરતી ક્ધસ્ટ્રકશન કંપની નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી શકી નથી અને અનેક બાંધકામો ક્ષતિગ્રસ્ત અને નબળા હોવાની ફરીયાદો ઉઠી છે. આમ છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા શા માટે આ ક્ધસ્ટ્રકશન કામની એજન્સીને બ્લેક લીસ્ટેડ કરી તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી. તે સીધો જ ભ્રષ્ટાચાર થયો હોવાનું ફલીત થાય છે.
રાજકોટ શહેરની વચ્ચોવચ્ચ આવેલ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની નેમ સાથે રાજકોટથી 35 કિ.મી. દૂર હીરાસર ખાતે ખસેડવામાં આવ્યુ. જે એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા પહેલા ઉતાવળે લોકાર્પણ કરી ચાલુ કરી દેવામાં આવ્યાને આજે ચારથી પાંચ વર્ષ જેવો સમયગાળો વિતવા છતાં હજુ સુધી રાજકોટને ઈન્ટરનેશનલ કક્ષાની ફલાઈટ મળી નથી અને ઈન્ટરનેશનલ કક્ષાનું કહી શકાય તેવી સુવિધાવાળુ એરપોર્ટ પણ મળ્યું નથી. રાજકોટ સીટીથી આ એરપોર્ટ જતા મુસાફરોને કુવાડવા પાસે ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે ત્યારે આ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ અને ઈન્ટરનેશનલ કક્ષાની ફલાઈટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે. રાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની વર્ષોથી થતી વાતો હજુ સુધી સાકાર થઈ શકી નથી અને રાજકોટ રેલ્વે સ્ટેશન ખૂબજ ખરાબ તેમજ ખખડધજ હાલતમાં જોવા મળે છે ત્યારે રાજકોટ રેલ્વે સ્ટેશનને મેટ્રો સીટી કક્ષાનું આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવે અને સાથે સાથે ભક્તિનગર અને મોરબી હાઉસ રેલ્વે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવે તેવી અમારી માંગણીઓ છે.
- Advertisement -
લાખો મુસાફરો, ઈન્ડસ્ટ્રીઝના હજારો મજૂરોને ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડે છે !
રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે નવીનીકરણ પ્રોજેકટ ખૂબજ ધીમી ગતીએ ચાલી રહ્યો છે. જેથી રાજકોટથી ગોડલ-જુનાગઢ- પોરબંદર- સોમનાથ તરફ જતાં લાખો મુસાફરો, વાહન ચાલકો – યાત્રાળુઓ -રાજકોટથી શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝના હજારો મજૂરો અને ઉદ્યોગપતિઓને ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ રોડનાં પ્રોજેકટના કામ કરતી એજન્સી અને સરકારી કર્મચારીઓના મીલીભગતથી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પબ્લીક સલામતીમાં અને ટ્રાફીક સેફ્ટીના તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. આ કામગીરીમાં વપરાતું મટીરીયલ ખૂબજ ખામીયુકત છે. રોડને પ્રોપર ડાયવર્ઝનો આપવામાં આવ્યા નથી જે ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગની અને બાબુશાહી કામગીરીનો ઉત્તમ ભ્રષ્ટ નમૂનો સાબીત થઈ રહ્યું છે. રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી પણ નેશનલ હાઈવેના નોર્મ્સ મુજબ કરવામાં આવેલી નથી. આ રોડ ઉપર રાજકોટથી કુવાડવા અને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીના રોડની કામગીરી આજે પણ પૂર્ણ થઈ નથી. લીંમડી અને બગોદરા પાસે બનાવવામાં આવેલ ઓવર બ્રીજ અને નદી-નાળાના પૂલોની કામગીરી પણ ખૂબજ નબળી હોવાના કારણે રોડ બન્યાના થોડા દિવસોમાં જ રોડ તૂટી જાય છે. પુલ ઉપરના સ્લેબોમાં તિરાડો – ગાબડાઓ પડે છે જે પણ તપાસ કરી યોગ્ય પગલાઓ ભરવા જોઈએ. જેથી લોકોને ટ્રાફીક સમસ્યા અને અકસ્માતોથી બચાવવા યોગ્ય ઉકેલ લાવવા અમારી માંગણી છે.
બેફામ થતી ખનીજ ચોરી રોકવામાં રાજય સરકાર નિષ્ફળ
રાજકોટ જિલ્લાના બામણબોરથી લઈ સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા સહિતના વિસ્તારોમાંથી સરકારની ભ્રષ્ટ નીતિના કારણે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની મીલી ભગતથી બે રોકટોક પણે કુદરતી ખનીજ સંપતિનું ખનન કરવામાં આવી રહ્યું છે. લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ ખનન માફીયાઓએ રાજકોટથી અમદાવાદ તરફ જતો પ્રતિબંધીત રેલ્વે ટ્રેક વિસ્તારના નીચેથી પણ ખોદકામ કર્યા હોવાનો અહેવાલ છે ત્યારે આ ખનીજ સંપતિની ચોરી અટકાવવા અમોએ અનેક વખત આધાર-પુરાવાઓ અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂ કરેલા હતા પરંતુ નીંભર તંત્ર દ્વારા કોઈ જ પગલાઓ ભરવામાં આવ્યા નથી. જે બાબતે પગલાઓ ભરવા અને કુદરતી સંપતિ લૂંટાતી બચાવવા અમારી માંગણી છે.
ઙખઘ પોર્ટલ પર રજૂઆત સબમીટ ન થતાં કલેક્ટરના માધ્યમથી પ્રજાના પ્રશ્ર્નો પહોંચાડ્યા : ગાયત્રીબા વાઘેલા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરની જનતાને પાયાની સુવિધાઓ મુદ્દે પ્રધાનમંત્રીની 11 જાન્યુઆરીની રાજકોટ મુલાકાત વખતે સમય ફાળવવા માટે કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરી હતી. તેમજ પ્રધાનમંત્રીના પીએમઓ ઓનલાઇન પોર્ટલ પર કોમ્યુનિકેશન કરવાનો અને મુલાકાત માટેનો સમય માંગવા પ્રયત્ન કર્યો પરંતુ રજૂઆત સબમીટ થઇ શકતી નથી. જે કદાચ ટેક્નીકલ ક્ષતિ હોય શકે ત્યારે કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી સુધી પ્રજાના પ્રશ્નો પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે આ પ્રશ્ર્નો પ્રધાનમંત્રીના ધ્યાને મુકી યોગ્ય નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી છે.



