દર વર્ષે દશેરાના દિવસે થતું રાવણ દહન આ વખતથી બંધ થશે: રવિબાપુ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભાવનગરમાં લંકાપતિ રાવણની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિની સ્થાપના કરનાર રવિ બાપુએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને સાધનાની અનુભૂતિ કહેતાં ખુબ જ આનંદ થાય છે કે અધોર સાધના મારી પૂર્ણાહુતિ થઈ ચૂકી છે વૈરાગી મહાદેવની અસીમ કૃપાથી તાંત્રિક સાધના શરૂઆત કરવા જઈ રહ્યો છું તંત્ર, મંત્ર, યંત્ર તિલક દ્વારા તાંત્રિક વિધિ વિધાનથી મંત્રો દ્વારા 11 લાખ આહુતિ લંકાપતિ રાજા રાવણની સીધ્ધિ પ્રાપ્તિ માટે કરવા જઈ રહ્યો છું.
- Advertisement -
આવનારા સમયમાં લંકાપતિ રાજા રાવણ નુ હર વર્ષે દશેરાના દિવસે દહન થઈ રહ્યુ છે તે રાવણ દહન બંધ થશે એ મારી ભવિષ્ય વાણી છે અને આવનાર દિવસોમાં શિવ ભક્ત લંકાપતિ રાજા રાવણ નુ સિખરબંધ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સૌરાષ્ટ્રમાં થશે એ પણ મારી ભવિષ્ય વાણી જણાવી રહ્યો છું આવનાર દિવસોમાં તાંત્રિક સાધના પુણ બાદ ધોર ત્રાટક સાધના પ્રાચીન મંત્રો દ્રારા શરૂ કરવા જઈ રહ્યો છું તો આપ સવૌ શિવ ભક્તોને તથા ભુદેવ સમાજ ને પોતાની અંતરથી વૈદનાથી જણાવી છું કે, સૌરાષ્ટ્રમાં લંકાપતિ રાજા રાવણનું શીખરબંધ મંદિર અવશ્ય બનશે. શિવ ભકતોને તથા ભૂદેવ સમાજને હુ એક સાધક થઈને શિવ ભકત પૂજનીય લંકાપતિ રાજા રાવણ દશેરામાં હું દહન બંધ કરવા માટે તમને મારી ભવિષ્યવાણી જણાવી રહ્યો છું.