ખાસ-ખબર સંવાદદાતા
એરિકા ફર્નાન્ડિસ ઘણા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર છે. તે છેલ્લે શહીર શેખ સાથે કુછ રંગ પ્યાર કે એસે ભીમાં જોવા મળી હતી. ફેન્સ તેને મિસ કરી રહૃાા છે, પરંતુ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અપટેટ આપતી રહે છે. એક્ટ્રેસે હાલમાં એક વેબ પોર્ટલ સાથે વાતચીત કરતાં સાડા ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહૃાા બાદ બ્રેકઅપ થયું હોવાનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસ રિલેશનશિપમાં હતી તે સૌ જાણતા હતા, પરંતુ કોની સાથે તેનું અફેર હતું તે વિશે કોઈ અવગત નહોતું.
કારણ કે, એક્ટ્રેસે ક્યારેય બોયફ્રેન્ડનું નામ લીધું નહોતું કે ન તો ચહેરો દેખાડ્યો. એક એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ સાથે વાતચીત કરતાં એરિકા ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે, તે એક પ્રકારના ઓન-ઓફ સંબંધો હતો. સાડા ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહી પરંતુ તે કામ કર્યું નહીં. મારો બોયફ્રેન્ડ કોણ છે, તે વિશે ક્યારેય કેમ મેં ઉલ્લેખ ન કર્યો તેના વિશે લોકો કોમેન્ટ કરતા રહેતા હતા. મેં એટલા માટે નામ ન જણાવ્યું કારણ કે તે એક રિસ્પેક્ટ હતી. હું કોની સાથે છું તે અંગે કોઈને જણાવવા માગતી નહોતી. તે એક રિસ્પેક્ટ હતી, જે મેં દેખાડી. સંબંધોમાં આમ જ હોવું જોઈએ. બ્રેકઅપમાંથી બહાર આવવું એરિકા ફર્નાન્ડિસ માટે સરળ નહોતું.