રોગચાળાને નાથવા તંત્રની પીછેહઠ: ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી: તાવ, ઉધરસ, ઝાડા-ઉલ્ટી જેવી બીમારીઓમાં શહેરીજનો સપડાયા
તંત્રએ રોગચાળા સામે એકશન પ્લાન બનાવવો જરૂરી
- Advertisement -
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય શાખા દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આરોગ્ય શાખા રોગચાળાને કાબૂમાં લેવાનું તો એકતરફ, શહેરમાં દિવસે ને દિવસે રોગચાળો વકર્યો છે. ઘરે-ઘરે ઉધરસ, શરદી, તાવ, મેલેરીયા, ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે ત્યારે મનપાના આરોગ્ય શાખા દ્વારા અઠવાડીક કામની વિગતો આપી સંતોષ માની રહી છે. આરોગ્ય શાખા રોગચાળાને કાબૂમાં લેવા નિષ્ફળ નીવડી છે. અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરીજનોની સુખાકારી માટે તાત્કાલિક એકશન પ્લાન બનાવી યોગ્ય કામગીરી કરવી જોઈએ.
મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં પરસાણાનગર, કરણપરા, ફ્લોરાપ્રાઈમ (કણકોટ રોડ) આસપાસનો વિસ્તાર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પારિજાત રેસીડેન્સી, પેલેડિયમ હાઈટ્સ તથા આસપાસનો વિસ્તાર, રઘુનંદન સોસાયટી, કૃષ્ણનગર, રાધે પાર્ક (રેલનગર), ગંગોત્રી પાર્ક, શ્રીનાથજી પાર્ક, સમર્પણ પાર્ક (રેલનગર), ઋષિકેશ પાર્ક, શ્રીરામ પાર્ક, ન્યુ રામેશ્ર્વર સોસા., અજંતા ટેનામેન્ટ આસપાસનો વિસ્તાર, શિલ્પન આઈકોન, શ્યામ એન્કવેલ, પંચશીલ સોસા., પોપટપરા, પારસ સોસા., વિરાટનગર, પરમેશ્ર્વર પાર્ક, પૂજા પાર્ક, જમુના પાર્ક, પટેલ પાર્ક, કોઠારીયા કોલોની વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેંગ્યુને નાથવા માટે શહેર વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ સ્થાનો માટે 586 મિલ્કતોની તપાસ હાથ ધરતાં જવાબદાર માલિકો જેમાં રહેણાંક 433 અને 84 કોમર્શિયલ આસામીઓને નોટીસ ફટકારવામાં આવેલ છે.



