વિવિધ સ્થળોએ નોટીસ ફટકારી: 42 હજારનો વહિવટી ચાર્જ વસૂલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ઠેર-ઠેર રોગચાળો ફેલાયો છે ત્યારે ઘણાં લાંબા સમયથી ભરનિંદ્રામાં રહેલ આરોગ્ય શાખાએ સફાળી જાગીને લોકોના સ્વાસ્થ્ય માટે કંઈક કરવાનું વિચારીને આજે શહેરના કાલાવાડ રોડ, રૈયા રોડ, નિર્મલા રોડ પર બાંધકામ સાઈડ, હોટલો અને ખુલ્લી જગ્યામાં ભરાતા પાણીનો નિકાલ ન થતો હોય તેની તપાસ હાથ ધરીને જવાબદારોને નોટીસ ફટકારી તથા વહિવટી ચાર્જ રૂા. 42000 વસૂલ્યો હતો. ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડેંગ્યુ, મેલેરિયા જેવા રોગો શહેરમાં ફેલાતા હોય છે. વરસાદની ઋતુમાં જ ઠેર-ઠેર પાણી ભરાતા હોય છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી હોટલ માલિક, બાંધકામ સાઈડ અને વિવિધ જગ્યાઓ પર મચ્છરનું સામ્રાજ્ય જોવા મળે છે જેથી રોગચાળો ફેલાય છે ત્યારે આરોગ્ય શાખાએ રોગચાળો ફેલાતો અટકાવવા અગાઉથી જ યોગ્ય પગલાં લેવા જરૂરી છે.