પાણીજન્ય રોગચાળો અટકાવવા એક અઠવાડિયા કુલ 423 કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા : શરદી ઉધરસના 734, ઝાડા ઉલ્ટીના 278 કેસ
26,112 ઘરમાં પોરાનાશક કામગીરી, 292 ઘરોમાં ફોગિંગ કરાયું: રહેણાંક 92 અને કોમર્શિયલ 125 આસામીને નોટિસ ફટકારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રમાં ચોપડે નોંધાયેલા કેસ મુજબ સામાન્ય તાવના 820, શરદી ઉધરસના 734, ઝાડા ઉલ્ટીના 278, કમળાના 7 અને ટાઇફોઇડના 5 કેસ નોંધાયા છે. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 26 મેથી 1 જૂન દરમિયાન 26,112 ઘરમાં પોરાનાશક કામગીરી તેમજ 292 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપસ દરમિયાન ફિલ્ડવર્કરો દ્વારા રહેણાંક 92 અને કોમર્શિયલ 125 આસામીને નોટિસ ફટકારવામાં આવી છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા એક અઠવાડિયા કુલ 423 કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.