21મી સદીના વડાપ્રધાન અને તેમના નેતૃત્વ હેઠળની ભારતીય રેલવે; એક સોનેરી પ્રભાત તરફની અદભૂત યાત્રા
સમગ્ર વિશ્વમાં પ્રદૂષણનું પ્રમાણ બેફામ રીતે વધી રહ્યું છે અને હવે તેની પાછળનું કારણ સુસ્પષ્ટ રહ્યું છે. પાણી અને હવાના મૂળ સ્વરૂપમાં થઈ રહેલા ઘાતક બદલાવ પાછળનું સહુથી મોટું કારણ છે વાતાવરણમાં કાર્બનની વૃધ્ધિ! તેના કારણે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન 1 થી 1.5 સેલ્સિયસ ડિગ્રી ઊંચું જવાની પ્રબળ સંભાવના છે.21મી સદીના વડાપ્રધાન અને તેમના નેતૃત્વ હેઠળની ભારતીય રેલવે; એક સોનેરી પ્રભાત તરફની અદભૂત યાત્રાસમગ્ર વિશ્વમાં પ્રદૂષણનું પ્રમાણ બેફામ રીતે વધી રહ્યું છે અને હવે તેની પાછળનું કારણ સુસ્પષ્ટ રહ્યું છે. પાણી અને હવાના મૂળ સ્વરૂપમાં થઈ રહેલા ઘાતક બદલાવ પાછળનું સહુથી મોટું કારણ છે વાતાવરણમાં કાર્બનની વૃધ્ધિ! તેના કારણે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન 1 થી 1.5 સેલ્સિયસ ડિગ્રી ઊંચું જવાની પ્રબળ સંભાવના છે.
પર્યાવરણ બચાવો વૈશ્વિક અભિયાનમાં ભારતના સંકલ્પો પૂરા કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે ભારતીય રેલવે
આંકડાઓ જાણો વિચારો અને સમજો કે ભારતીય રેલ્વે ક્યાં આશીર્વાદનુ નામ છે!
પર્યાવરણ બચાવો વૈશ્વિક અભિયાનમાં ભારતના સંકલ્પો પૂરા કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે ભારતીય રેલવે
આંકડાઓ જાણો વિચારો અને સમજો કે ભારતીય રેલ્વે ક્યાં આશીર્વાદનુ નામ છે!
પર્યાવરણ બચાવો વૈશ્વિક અભિયાનમાં ભારતના સંકલ્પો પૂરા કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે ભારતીય રેલવે
આંકડાઓ જાણો વિચારો અને સમજો કે ભારતીય રેલ્વે ક્યાં આશીર્વાદનુ નામ છે!
- Advertisement -
ધ્રુવ પ્રદેશ પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને છાશવારે આપણને ત્યાંથી હિમસ્ખલનના સમાચારો સાંભળવા મળે છે. જગતના ટોચના વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી છે કે પરિસ્થિતિ જો આવી જ રહી તો 2100 સુધીમાં સમુદ્રની સપાટી છ ફૂટ ઉપર આવશે અને સમુદ્ર કિનારે વસેલા અનેક નગરો તબાહ થઈ જશે. ખતરનાક સમુદ્રી વાવાઝોડાના પ્રમાણમાં અકલ્પ્ય વધારો થયો છે. તોફાન દાવાનળ અને દુષ્કાળની ઘટનાઓ પણ વધી રહી છે. સમુદ્રોનું તાપમાન વધવાથી સમુદ્રી જીવો ધ્રુવ પ્રદેશ તરફ બહુ મોટા પ્રમાણમાં સ્થળાંતર કરી રહ્યા છે. આ તમામ બાબતોના સંદર્ભમાં 2015માં કોન્ફરન્સ ઓફ પાર્તીઝે ઉષ્ણતામાનમાં વૃધ્ધિ ખાળવા 2050 સુધી ગ્રીનહાઉસ ગેસના શૂન્ય ઉત્સર્જનની પ્રતિજ્ઞા લીધી હતી. આ બાબતે 2026માં વધુ એક આંતરરાષ્ટ્રીય સંમેલન મળવાની શક્યતાઓ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતે પણ એવી પ્રતિજ્ઞા લીધી છે કે 2022 સુધીમાં વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં ભાગીદારી 40% સુધી લઈ જવામાં આવશે અને જંગલોનો વિસ્તાર પણ 33% સુધી લઈ જવામાં આવશે. આવા સંકલ્પો ચીન અમેરિકા ફ્રાન્સ સહિતના તમામ રાષ્ટ્રોએ કર્યા હતા પરંતુ ભારત એક માત્ર એવો દેશ છે જે હજું સુધી પોતાના વચન પર ચાલી રહ્યો છે. મોદીજીના વડપણ હેઠળ ઘડવામાં આવેલી નિતિ મુજબ કુલ ઊર્જા ઉપયોગની દસ ટકા પૂર્તિ વૈકલ્પિક ઊર્જા ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. આપણે ત્યાં હાલમાં વૈકલ્પિક ઊર્જાની ક્ષમતા 1.75 લાખ મેગાવોટ જેટલી ઊંચી લઈ જવામાં આવી છે જેમાં સૌર અને પવન ઊર્જાની મુખ્ય ભાગીદારી છે. આ ક્ષેત્રે આપણે ત્યાં જે રીતે કામ થઈ રહ્યું છે તે જોતાં 2022માં આપણે આપણા લક્ષ્ય પૂરા કરીશું તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
વિશ્વની ચોથી સહુથી મોટી રેલ્વે સેવાઓના રૂપમાં ભારતીય રેલ્વે આજ દિવસ સુધી મોટા ભાગે ડીઝલ એંજીનનો ઉપયોગ કરી રહી હતી. આવા હજજારો એન્જિન રોજ હવામાં બેશુમાર કાર્બન છોડતા હોય. આમ ભારતમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવા રેલ્વે તરફથી મોટા યોગદાનની જરૂર રહે. અલબત્ત પર્યાવરણ બચાવવા ભારતે લીધેલા સંકલ્પ પૂરા કરાવવાની દિશામાં આપણું રેલ્વે તંત્ર આગળ આવી અદમ્ય ઉત્સાહ બતાવી રહ્યું છે અને રેલ્વે માર્ગોને વિદ્યુત ટ્રેકમાં બદલવામાં આવી રહ્યા છે, સેંકડો ડીઝલ એન્જિનની જગ્યાએ તે ઇલેક્ટ્રીક એન્જિન મુકાઈ રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત 2014 થી 2021 સુધીના સમયગાળામાં 24000 કિમી જેટલા રેલ્વે માર્ગને વિદ્યુત ટ્રેકમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યો છે. આ બાબતે ભૂતકાળના આંકડાઓ જોઈએ તો 2007 થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં માત્ર 4337 કિમી રેલ્વે ટ્રેકનું વિદ્યુતિકરણ થયું હતું. 2023 સુધીમાં 100% બ્રોડગેજ ટેકનું વિદ્યુતિકરણ થવાની ગણત્રી છે. અત્યારે આ દિશામાં વધુ 18800 કિમીના વિદ્યુતિકરણ સાથે 71% કામ સંપન્ન થઈ ચૂક્યું છે.
સંપૂર્ણ વિદ્યુતિકરણ બાદ ઇંધણ પાછળના ખર્ચમાં વાર્ષિક 14500 કરોડ રૂપિયાની બચત થશે! તેના કારણે ભાડું ઘટશે, અતી વજનદાર ટ્રેનનું વહન સંભવ બનશે, લાંબા સમયની યાત્રાનો સમય ઘટશે અને ઊર્જાના વ્યયમાં ઘણો મોટો ઘટાડો થશે.
- Advertisement -
મોદીનાં વડપણ હેઠળની એનડીએ સરકારના આ સમયમાં રેલ્વે સ્વતંત્ર રીતે ઊર્જાની બચત અને ન્યુનતમ કાર્બન ઉત્સર્જનની દિશામાં સંશોધનો હાથ ધરી શક્યું છે. ટ્રેનની ઉપર લગાવવામાં આવેલા વિદ્યુત ઉપકરણો થકી ડબામાં વીજળી બચાવતા સાધનોનો ઉપયોગ કરી, એસી કોચનું તાપમાન
24થી 26 ડિગ્રી વચ્ચે રાખી વીજળી પણ બચાવવમાં આવી રહી છે. આ સાથે જ ઇલેક્ટ્રીક એંજીનની ટેકનોલોજી અપડેટ કરી તેની ક્ષમતા 12000 હોર્સ પાવર સુધી વધારવામાં આવી રહી છે, કંટેનરોને બે સ્તરના બનાવાઈ રહ્યા છે. તે રીતે માલવાહક ટ્રેનની ગતી ઘણી વધી રહી છે.
આ સાથે જ બહેતર સિગ્નલિંગ પ્રણાલીના વિકાસ સાથે લાંબા રૂટની યાત્રાના સમયમાં ઘટાડો થશે. 2014 – 15માં 264 વિદ્યુત એંજીનનું નિર્માણ થયું હતું તે 2021 – 22માં 905 એન્જીનનું થશે. આ રીતે ડીઝલમાંથી ઝડપથી ઇલેક્ટ્રીક પ્રણાલીમાં આવવામાં મદદ મળશે.
ભારતીય રેલ્વે હવે વેક્યુમ ટેકનોલોજીથી સજ્જ ટોયલેટ તૈયાર કરી રહી છે જેના કારણે પાણીની ઘણી મોટી બચત થશે. તે સાથે જ ટ્રેનની સફાઈ હવે ઓટોમેટિક મશીનો દ્વારા કરવામાં આવશે અને રેલ્વે પોતાની માલિકીના લાખો એકરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરશે. આ 21મી સદીની ભારતીય રેલ્વેનો માત્ર આછેરો ચિતાર છે. જોકે ફકત ડીઝલ રેલ્વે એન્જિન ની જગ્યાએ વિદ્યુત એન્જિન લઈ આવવાથી કાર્બન ઉત્સર્જન નું પ્રમાણ નહી ઘટે, આપણે વિદ્યુત ઉર્જાના સ્વચ્છ સ્ત્રોત પણ ઊભા કરવા પડશે. અત્યારે ભારતની 70% વિદ્યુત ઊર્જા થર્મલ પાવર સ્ટેશનો દ્વારા પ્રાપ્ત થાય છે. 2030 સુધીમાં આ અવલંબન 50% ઘટાડવા મોદી સરકાર સજ્જ છે.
હાલમાં રેલ્વેએ પોતાના 1000થી વધુ સ્ટેશન અને 400થી વધુ કાર્યાલયની છત પર 114 મેગાવોટ વીજળી પેદા કરતી સૌર પેનલ લગાવી છે. આ રીતે જમીન પરથી જ 25000 મેગાવોટ સૌર વીજળી પેદા કરવાનું લક્ષ્ય છે. ઉત્પાદનમાં વધારો કરવા માટે બજારમાંથી 150 મેગાવોટ હરિત ઊર્જા ખરીદવાની પણ તૈયારીઓ છે. તે ઉપરાંત તમામ સ્ટેશનો, તમામ રેલ્વે કાર્યાલયો અને રેલ્વે સંકુલોમાં એલીડી બલ્બ લગાવવામાં આવ્યા છે. ઊર્જા બચતનું રેલવેનું આ મહા અભિયાન ભારતના અર્થતંત્ર પર અનેક રીતે ઉપકારક નીવડશે. ભારતમાં હાલના સમયમાં માલ વહન ક્ષેત્રે રેલ્વે 27% બજાર હિસ્સો ધરાવે છે તેને 2030 સુધીમાં 45% સુધી લઈ જવાની રેલવેની નેમ છે. જમીન માર્ગ પર પરિવહન ઘટવાથી કાર્બન ઉત્સર્જન ઘણું ઘટાશેં, તે સાથે જ ખનિજતેલ આયાત ઘટવાથી વિદેશી હૂંડિયામણ પણ બચશે. આમ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વૈશ્વિક અભિયાનમાં ભારતના સંકલ્પની પૂર્તિમાં રેલ્વે ઉમદા પ્રદાન કરી રહી છે.