ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર અને ચિરોડા પ્રાથમિક શાળામાં એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ યોજાયો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ ડો.ભરત જે.પાઠક આજીવન સભ્ય, ગીર ફાઉન્ડેશન ખાસ ઉપસ્થિત રહી બાળકો ને માર્ગદર્શિત કર્યા. બાળકોએ વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલ તેમને સર્ટી અને ઈનામ અને બાકીના તમામ બાળકોને એપ ગીર ફાઉન્ડેશનની પેન આપવામાં આવી. વન્ય જીવ સૃષ્ટિ વૃક્ષો વિશે સંવાદ, બીજબોલ નિર્માણ વૃક્ષોના રોપાઓ બનાવવા વેસ્ટમાંથી બેસ્ટ તેમજ પ્લાસ્ટિક અવનવી વસ્તુઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ. ચિરોડા પ્રા.શાળા દ્વારા ગીર ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.