રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારે સવારે 6:30 કલાકે રેસકોર્ષના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ અને સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ર્યથી ‘લોકલ ફોર વોકલ’, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ જેવી પહેલને આગળ વધારવા માટે આ સ્વદેશી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી રનમાં શિકાગોથી આવેલા નાગરિકો તેમજ વિશ્ર્વવિખ્યાત એથ્લેટ અને માઉન્ટ એવરેસ્ટ વિજેતા નીશાકુમારી પણ જોડાયા હતા. અરૂૂણાચલ પ્રદેશથી મુન્દ્રા-કચ્છ સુધીની સાઈકલ યાત્રા પર નીકળેલા નીશાકુમારીએ સ્વદેશી રન દ્વારા સ્વદેશી સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
સ્વદેશી રનને શહેરીજનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ: માઉન્ટ એવરેસ્ટ વિજેતા નીશાકુમારી પણ જોડાયા

You Might Also Like
Follow US
Find US on Social Medias


