જૂનાગડ ફ્રેન્ડસ્ મ્યુઝિકલ ગૃપ દ્વારા વેલકમ્ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાર્થભાઈ પંડ્યા મીડિયા સેલ પ્રમુખ ગુજરાત રાજ્ય ક્રિષ્નભાઈ ધોળકિયા સેક્રેટરી જુનાગઢ જિલ્લા લલિતભાઈ ધોળકિયા અને મનસુખભાઇ ધોળકિયા જય ભવાની જવેલર્સ હાજરી આપીને આરતીનો લાભ લીધેલ સાથે ખેલૈયાઓને ઈનામ વિતરણ પણ તેઓના હસ્તે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગૃપના સભ્યો તેમજ ઉપસ્થિત અન્ય લોકોએ રાસની રમઝટ બોલાવી હતી તેમજ નિમાયેલ જજ દ્વારા ખેલૈયાઓને રેન્ક આપવામાં આવેલ હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા નમ્રતાબેન ભટ્ટ અને જીગ્નેશભાઈ કદેચા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને સફળ બનાવ્યું હતું.
સોરઠીયા પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું અદકેરૂ આયોજન
- Advertisement -
જૂનાગઢ શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ નવરાત્રી મહોત્સવના વિનોદભાઈ ચાંડેગરા તથા લલીતભાઈ વરૂની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, છેલ્લા નવ વર્ષની અદભુત સફળતા બાદ આ વખતે દશમી વખત સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન જૂનાગઢની ઝાંઝરડા બાયપાસ વિવાહ ફાર્મ ખાતે કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતાના દિવસે નીલમબેન તથા રેખાબેન દ્વારા સંચાલિત માખીયાળાની સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા તથા વનીતાબેન જોષીની આગેવાની હેઠળ ચાલતી દિવ્યાંગ સેવા સંસ્થા જોષીપરાની પ્રજ્ઞાચક્ષુની બાળાઓ, ઉપસ્થિત જ્ઞાતિજનો, મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું.