ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રવિવારના રોજ ઈએનટીની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતમાન સર્જન ડો.નારાયણ જયશંકર દ્વારા લાઈવ ઓપરેશન કરી જુનિયર તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે વર્કશોપ વિશે વધુ માહિતી આપતાતબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રવિવારના રોજ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ઈએનટી વિભાગમાં લાઈવ કેડવેરીક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં ખ્યાતમાન સર્જન ડો.નારાયણ જયશંકર, પીડીયુ સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના એચઓડી, ફોરેન્સિક વિભાગના એચઓડી, આઈએમએના પ્રેસિડેન્ટ અને 100 વધુ તબીબો હાજર રહ્યા હતા.અને નારાયણ જયશંકર દ્વારા લાઈવ ઓપરેશન કરી જુનિયર તબીબોને માર્ગદશન આપવામાં આવ્યું. વધુમાં જણાવ્યું હતું કે, આ વર્કશોપથી ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલના ક્રેડિટ પોઈન્ટમાં વધારો કરવામાં આવ્યો હતો.