– ડેમ પર મિસાઈલ હુમલાથી જાનહાની નહીં: યુક્રેનના ઈજીયમ શહેરમાં સામુહિક કબરમાંથી 400 લાશ મળી
છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી યુક્રેન રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે ત્યારે ગુસ્સે ભરાયેલા રશિયાએ હવે યુક્રેનના ક્રિવી રિહ શહેરના એક મોટા ડેમને નિશાન બનાવતા પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા અને લોકોને સ્થળાંતર કરવુ પડયું હતું તો બીજી બાજુ એક સામુહિક કબરમાંથી 400થી વધુ લાશો મળી આવી હતી.
- Advertisement -
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રશિયન સેનાએ યુક્રેની રાષ્ટ્રપતિ જેલેન્સ્કીના ગૃહ નગર ક્રિવી રિહ પાસે ઈનહુલોસ નદી પર બનેલા એક ડેમને આઠ ક્રુઝ મિસાઈલથી ઉડાવી દીધો હતો. આથી શહેરના મોટાભાગમાં પૂરના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા, હાલ લોકોને શહેરની બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ક્રિવી રિહ શહેરના સૈન્ય પ્રશાસન પ્રમુખ ઓલેકઝેન્દ્ર વિલકુલે જણાવ્યું હતું કે આ તાજેતરના હુમલાને લઈને 22 રસ્તાઓ તબાહ થઈ ગયા છે. ડેમ પર આ મિસાઈલ હુમલાથી ઈનહુલેત્સ નદીના ક્ષેત્રમાં અનેક ભાગોમાં તબાહી મચી છે, પણ કોઈ જાનહાનીના ખબર નથી.
દરમિયાન યુક્રેનના ઈજીયમમાં એક સામુહિક કબરમાંથી 400થી વધુ શબ મળી આવ્યા છે.