ટીમ ઇન્ડિયાએ એક દાયકા બાદ વિદેશી ધરતી પર એક ઇનિંગ્સમાં 500+ રન આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
મેન્ચેસ્ટર ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડના બેટર્સનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગ્સમાં 135 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 544 રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ભારતે 358 રન કર્યા હોવાથી ઇંગ્લેન્ડે હવે 186 રનની લીડ મેળવી લીધી છે.
- Advertisement -
ભારતે છેલ્લે વર્ષ 2015ની સિડની ટેસ્ટમાં વિદેશમાં 500થી વધુ રન એક ઇનિંગ્સમાં આપી દીધા હતા. એ મેચ પછી ભારત સામે ટેસ્ટમાં ત્રણ વખત 500થી વધુનો સ્કોર થયો છે. જે ઇંગ્લેન્ડે 537 રન (રાજકોટ, 2016), 578 રન (ચેન્નઈ, 2021). અને ગઈ. કાલે મેન્ચેસ્ટરમાં કર્યો હતો.
ત્રીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડે 47મી ઓવરમાં 225-2ના સ્કોરથી પહેલી ઈનિંગ્સને આગળ વધારી હતી. જો રૂટે (246 બોલમાં 150 રન) ત્રીજી વિકેટ માટે ઑલી પોપ (128 બોલમાં 71 રન) સાથે ત્રીજી વિકેટ અને કેપ્ટન બેન સ્ટોક્સ (134 બોલમાં 77રન) સાથે પાંચમી વિકેટની 142 રનની. પાર્ટનરશિપ કરીને ટીમ માટે પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો.
117મી ઓવરની શરૂઆતમાં બેન સ્ટોક્સ સ્નાયુઓમાં ખેંચાણને કારણે રિટાયર્ડ-આઉટ થયો હતો જે તેની ઇન્ટરનેશનલ કરીઅરની પહેલી ઘટના હતી. આજે તે લિયામ ડોસન (બાવન બોલમાં 21 રન) સાથે ઇનિંગ્સને આગળ વધારશે.
લંચ બાદ 77 અને 81મી ઓવર દરમ્યાન યંગ સ્પિનર વોશિંગ્ટન સુંદરે (57 રનમાં બે વિકેટ) બે મોટી વિકેટ લઈને ટીમને રાહત આપી હતી, પણ ત્યાર બાદની વિકેટ પડવાની શરૂઆત 120મી ઓવરમાં શરૂ થઈ હતી.
સ્પિનર રવીન્દ્ર જાડેજા (117 રનમાં બે વિકેટ) સહિત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (113 રનમાં એક વિકેટ), જસપ્રીત બુમરાહ (95 રનમાં એક વિકેટ) અને અંશુલ કમ્બોજ (89 રનમાં એક વિકેટ)ને આ પહેલી ઇનિંગ્સમાં સફળતા મળી છે. માત્ર ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર (પંચાવન રનમાં ઝીરો) વિકેટલેસ રહ્યો હતો.
એક જ દિવસમાં ત્રણ મહાન ક્રિકેટર્સને પછાડીને રૂટ બન્યો નંબર-2 ટેસ્ટ-બેટર
- Advertisement -
329 ઇનિંગ્સમાં 15,921 રન સાથે સચિન તેન્ડુલકર હજી પણ નંબર – વન પર અકબંધ
જો રૂટ મેન્ચેસ્ટરમાં 1000 ટેસ્ટ રન ફટકારનાર પહેલો બેટર બન્યો, તેણે લોર્ડ્સમાં પણ 1000 રન કર્યા છે. જો રૂટ (દર ઈનિંગ્સ) ભારત સામે સૌથી વધુ 12 ટેસ્ટ સદી ફટકારનાર બેટર બન્યો. ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (46 ઇનિંગ્સમાં અગિયાર)નો રેકોર્ડ તોડ્યો.ઇંગ્લેન્ડમાં ભારત સામે નવ ટેસ્ટ સદી કરીને તેણે હરીફ ટીમ સામે ઘરઆંગણે એક હરીફ ટીમ સામે સૌથી વધુ સદીનો ઑસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન (33 ઇનિંગ્સમાં 8 સદી)નો ઇંગ્લેન્ડ સામેનો રેકોર્ડ તોડ્યો.ટેસ્ટમાં ત્રીજા ચોથા ક્રમે સૌથી વધુ 38 સદીના શ્રીલંકાના કુમાર સંગાકારા (233 ઈનિંગ્સ)ના રેકોર્ડની બરાબરી કરી. 56 ઇન્ટરનેશનલ સદી સાથે ટોપ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યો. ઘરઆંગણે સૌથી વધુ 32 ઇન્ટરનેશનલ સદી સાથે ચોથા ક્રમે સ્થાન મેળવ્યું.ભારત સામે સૌથી વધુ ઇન્ટરનેશનલ રન ફટકારવા મામલે તેણે ઑસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (44 ઈનિંગ્સમાં 2403)નો રેકોર્ડ તોડયો. ભારત સામે સૌથી વધુ ઇન્ટરનેશનલ સદીમાં તે સ્ટીવ સ્મિથ (16 સદી) બાદ 15 સદી સાથે બીજા ક્રમે પહોંચ્યો. તેણે એક જ દિવસમાં ટેસ્ટના ટોપ રન સ્કોરરમાં ત્રણ બેટરને પછાડીને બીજું સ્થાન લીધું.