મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટીની વધુ એક ગંદી બાત
સાયબર ક્રાઇમ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી અને અહીંની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીને ઈન્સ્ટાગ્રામમાં ફોટા અને મેસેજ મોકલી પજવણી કરતા શખસ સામે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં જ રહેતી અન્ય રાજ્યની વિદ્યાર્થીનીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીને છેલ્લા 10-12 દિવસથી અજાણ્યા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપરથી બીભત્સ ફોટા અને મેસેજ મોકલી અજાણ્યા શખ્સ દ્વારા પજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ અન્ય ડાન્સ કરતા વીડિયો મોકલી પજવણી કરવામાં આવી રહી છે. આ બનાવ અંગે ફરિયાદ પરથી પોલીસે ગુણો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાર્થિનીને મેસેજમાં બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કરતાં શરૂઆતમાં તો વિદ્યાર્થિનીએ આ વાતને અવગણી હતી પરંતુ, બાદમાં બ્લેકમેઈલિંગ વધી જતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાતાંની સાથે જ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી મેસેજ કરનાર એકાઉન્ટધારકની શોધખોળ હાથ ધરી છે.