પ્રસ્થાન:
કપરા નિર્ણયો લેવા માટે કઠણ કાળજું હોવું જરૂરી છે. – થેનોસ
અત્યારે માર્વેલ સ્ટુડિયોએ મસ્ત માર્કેટિંગ કરીને તેમની નવી એવેન્જર્સ ફિલ્મ ડુમ્સડે માટે જબરો હાઇપ ઊભો કર્યો છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ ડિરેક્ટલી તેમની છેલ્લી એવેન્જર્સ ફિલ્મ એન્ડગેમથી શરૂ થશે. એ એન્ડગેમ ફિલ્મ કે જેણે એકસમયે આખા વિશ્વને ઘેલું લગાડ્યું હતું. આવા સમયે એન્ડગેમ ફિલ્મ જોઈને ઉદ્ભવેલા અમુક વિચારો અહીં પ્રસ્તુત છે.
જફિંલય 1:- પહેલાં બધાં સુપરહીરોઝ ભેગા થાય અથવા એમનું ઈન્ટ્રોડક્શન
જફિંલય 2:- સુપરવિલેન(જેને કોઈ વસ્તુની તલાશ હોય અને તેને તેમ કરતાં રોકવાનો હોય) બધાં સુપરહીરોઝની વાટ લગાવી દે અને બધાં વેરવિખેર થઈ જાય
જફિંલય 3:- કોઈ ઇમોશનલ કીક કે વેર લેવાની ભાવના (એવેન્જર્સ છે યાર!) ને કારણે બધાં ફરી પાછા ભેગા થાય અને કદાચ કોઈ અન્ય પાત્રની મદદ વડે બધાં સુપરહીરોઝ ભેગા મળીને તે સુપરવિલેનનો ઘડાોલાડવો કરી નાખે.
આ પ્રકારની ઘટનાઓની સીરિઝ તમને બધી જ એવેન્જર્સ મૂવીઝમાં જોવા મળે!
વેલ પહેલા એ ચોખવટ પાડી દઉં કે હું કોઈ રીવ્યુઅર નથી આ ખાલી મૂવી જોઈને જે લાગ્યું એ શેરીંગ કરવાની વાત છે.
સુપરહીરોઝનું એસેમ્બલી લાઇન જેવું ફોર્મેટ: દર વખતે એક જ પેટર્ન શા માટે? હીરોઝનું ભેગા થવું, વિલન સામે હારવું અને ફરી વેર લેવા માટે એક થવું; શું ક્રિએટિવિટી ખૂટી પડી છે?
રજનીકાંતના સ્વેગ સામે એવેન્જર્સ ફીકા: દેશી રોબોટ અને હોલીવુડના આયર્નમેનની તુલના
મૂવી ન ગમી કે હું માર્વેલનો કટ્ટર વિરોધી છું એવું નથી મને બહુ જ મજા આવી પણ હું ખઈઞ પાસેથી જે અપેક્ષા રાખતો હતો એ પ્રમાણે પિક્ચર નથી. મૂવીનાં કેનવાસ પ્રમાણે ઘણાં લૂપહોલ્સ છે. અમુકવાર તો એવુંય લાગે કે જે સ્ટોરી પહેલા ભાગમાં જ પૂરી થઈ જાય તેને જાણીજોઈને બીજા ભાગમાં ઢાળી છે. ટાઈમ ટ્રાવેલ સિવાય પણ બીજી કોઈ થીમ બતાવીમ શક્યા હોત. વોટએવર મને જે બાબતો સાવ બાલિશ લાગે છે તેની વાત કરવી છેઆ જ જોવું હોય તો 2.0 જોઈ લઈલેવાય ખબર જ છે કે મગજ કબાટમાં રાખીને જોવાનું છે. રજનીકાંતનાં સ્વેગ સામે રોબર્ટ ડાઉની સિવાય આમાંનાં એક પણ ટકે એમ નથી.
સૌપ્રથમ તો મેઇન કરેક્ટરની વાત જેણે એવેન્જર્સની પથારી ફેરવી નાંખી એ થેનોસદાદા! રુસોભાઈ! તમારે તમારી મરજી પ્રમાણે જ કરેક્ટરને બતાવવા હોય તો પહેલાં કહી દેવું જેથી અમને ખબર પડે કે મૂવી કઈ રીતે જોવું.જે થેનોસને ગાઉન્ટલેટ હોવા છતાં ટોની સ્ટાર્કે સખત ટક્કર આપી હતી અને થોરે લગભગ મારી નાંખ્યો હતો એ થેનોસને કેપ્ટન અમેરિકા, થોર અને આયર્નમેન ભેગા મળીને કાંઈ ન કરી શકે! લડાઈ સાવ વનસાઇડેડ થઈ જાય. કાંઈક તો ગળે ઉતરે અવું બતાવો યાર કે ગાઉન્ટલેટ પહેરીને થેનોસદાદા નબળા પડી ગયા. અનંતમણિઓનો ભાર ખમાણો નહીં. (ખીખીખી) આવો જ હાસ્યાસ્પદ વળાંક ઇન્ફીનીટી વોરમાં દર્શાવ્યો હતો જેમાં પીટર કવીલ પોતાનું મગજ ગુમાવી બેસે છે. આ દૃશ્ય જોઈને હકીકતમાં એવું લાગ્યું હતું કે મેકેર્સને પૈસા કમાવવાની બહુ ઈચ્છા છે એટલે સેક્ધડ પાર્ટ બનાવ્યો છે.લૂક અહીં એ કહેવાનો જરાય અર્થ નથી છે કે બધું રિયાલિસ્ટિક જ લાગવું જોઈએ. સુપેરહીરો એઝ આ ભજ્ઞક્ષભયાિં જ ફેન્ટેસી છે એટલે એમાં ગપગોળા તો આવે જ પણ એ બધું ક્ધવીન્સિંગ લાગવું જોઈએ જે અહીં નથી લાગતું. સેઈમ ગોઝ વિથ ટાઈમ ટ્રાવેલિંગ! હું મનુ છું કે રૃસોએ આના સિવાય કોઈ બીજી થીમ દર્શાવી હોત તો મજા આવત પણ આ થીમ પોતે એક અલગ મૂવી માંગે છે અને એને સબપ્લોટ તરીકે યુટીલાઈઝ કરશો તો નેચરલી એક ઘણા બધા કરેક્ટર્સને એસેમ્બલ કરવાના છે તો અમુક લૂપહોલ્સ રહી જ જવાના.નેબ્યુલા પોતાના ભૂતકાળના સ્વરૂપને મારી નાંખે તો તેનું અસ્તિત્વ જ રીતે સંભવી શકે? આ મને સમજાવશે કોઈ? આમેય આ બહુ પ્રેડિકટેબલ હતું. મૂવીની શરૂઆતમાં જ થેનોટ્સનું મૃત્યુ જોઈને ખબર પડી જાય કે હવે ટાઈમ ટ્રાવેલિંગ જ આવશે. સૌથી હાસ્યાસ્પદ વસ્તુમાંથી એક ઓકોય જે એક ગૌણ પાત્ર છે એ થેનોસનાં બ્લેક ઓર્ડરમાંના એક એવા કોર્વાસ ગ્લેઈવને કેવી રીતે સહેલાઈથી મારી શકે? આવા અઘરા સવાલ નહીં પૂછવાના જસ્ટ માની લેવાનું બોસ! વિઝનને પણ ઇન્ફીનીટી વોરમાં સાવ નબળો બતાવ્યો હતો જે કોમિક્સ પ્રમાણે કે ઇવન તેની ડેબ્યુ મૂવી પ્રમાણે ઘણો તાકતવર છે.જરાય ન ગળે ઉતરે એવી વાત તો જઘઞક જઝઘગઊ મેળવવાની છે.શરત એ છે કે તમારે તમારી પ્રિય વસ્તુનું બલિદાન આપવાનું છે. થેનોસ પોતાની સૌથી વ્હાલી દીકરીનું બલિદાન આપે છે.અને અહીં તો પોતાનુઝ બલિદાન આપવાની સ્પર્ધા ચાલે છે નતાશા અને ક્લિન્ટ વચ્ચે! જો નતાશા સૌથી વધુ પ્રેમ કરતી હોય તો તે બરાબર છે કે એ પોતાનું બલિદાન આપી દે પણ એ ક્લિન્ટને પ્રેમ કરે છે (આય બહુ ક્ધફ્યુઝિંગ છે કે નતાશાનું બોન્ડિંગ એક્ચ્યુઅલી છે કોની સાથે? કે પછી સગવડીયો ધરમ રાખવાનો કે જેવી સ્ટોરીની ડિમાન્ડ એવો નતાશાનો લવ ઈનટરેસ્ટ!) તેથી એણે ક્લિન્ટની બલિ આપવી પડે પોતાની નહી. બલિદાન એટલે પોતાની કૈક મૂલ્યવાન વસ્તુનો ત્યાગ કરવો, એ પ્રમાણે ક્લીનટે નતાશાને બચાવવાની પુરી કોશિશ કરી કારણ કે એની માનસિકતા પોતાનું બલિદાન આપવાની હતી તો પછી જઘઞક જઝઘગઊ કે આત્મામણિ એને કેવી રીતે મળે? જવાબ નથી.
છેલ્લે બધા એવેંજર્સને એકી સાથે જોઈને રોમાંચનો નાયેગ્રા ધોધ વરસે છે પણ એ કેવી રીતે શક્ય છે? ડો.સ્ટ્રેન્જ, સ્પાઇડરમેન અને બાકીના ગાર્ડિઅન્સ ટાઇટન પર હતા; ટી’ચાલા, તેની સેના અને સેમ વિલ્સન વાકાંડામાં; અસગાર્ડિઅન્સ અને વાલ્કેએરી નવા અસગાર્ડમાં; વોન્ગ અને તેના સાથીદારો
ન્યૂ યોર્કમાં તેમના સેન્ક્ટરમમાં હતા; આ બધાને ભેગા કેવી રીતે કાર્ય એનો કોઈ ખુલાસો નથી. લિટરલી, રૃસોએ જુના મસાલા હિન્દી ફિલ્મોમાંથી ઉઠાંતરી કરી હોય એવું લાગે છે! ટોની સ્ટાર્કનું મોત પણ એવું કઈ જામતુ નથી. જાણે શરૂઆતથી જ એને મારી નાખવા ધાર્યો હોય એમ ફિલ્મના મોટા ભાગના ભાવનાત્મક દ્રશ્યોમાં એને જ બતાવવામાં આવે છે. ઉપરોક્ત બધા મુદ્દા મેં માત્ર એક સારી લોજીકલ સ્ક્રિપ્ટની બાબતમાં દર્શાવ્યા પણ એ સિવાય ફિલ્મમાં કોઈ સ્ટ્રોંગ ફિલોસોફિકલ ડેપ્થ નથી (ઝઇંઊ ઉઅછઊં ઊંગઈંૠઇંઝ કે ઉછ.જઝછઅગૠઊ યાદ આવે) જે અગાઉની ઘણી ફિલ્મોમાં હતી. માત્ર પૃથ્વી કે બ્રહ્માંડને બચાવવાની જ થીમ! આ બધું એટલા માટે કહેવાનું કે એક મનોરંજક ફિલ્મ તરીકે એન્ડગેમ જોરદાર છે પણ જ રીતે એના વખાણ થયા છે એવું એમાં મને કંઈ લાગ્યું નહીં! મૂવી રીવ્યુઅર સાઈટ છઘઝઝઊગ ઝઘખઅઝઘઊજ પર એન્ડગેમને 95% રેટિંગ મળ્યું છે. જો આવી જ રીતે સુપરહિરો મૂવીઝ બનતા રહેશે તો સુપરહીરો જેનરનો સ્કોપ સાવ મર્યાદિત રહેશે જે એક સુપરહીરો લવર તરીકે મને જરાય નહીં ગમે! જરૂર છે સેમ રાઈમીના જઙઈંઉઊછખઅગની કે ક્રિસ્ટોફર નોલાનના ઝઇંઊ ઉઅછઊં ઊંગઈંૠઇંઝની!
પૂર્ણાહુતિ:
તમે લોકો કદાચ સન્નાટાને શાંતિ સમજી રહ્યા છો.
– અલ્ટ્રોન