15 જુલાઈથી પ્રારંભ કરાયેલા તમામ માટે ફ્રી-બુસ્ટર ડોઝ યોજનામાં આજે છેલ્લો દિવસ: કોરોનાની તિવ્રતા નહિવત
દેશમાં કોવિડ કાળનો અંત આવી ગયો છે અને હવે કોરોનાગ્રસ્ત એક સામાન્ય રોગ જેમ જેમ સારવારથી સ્વસ્થ થઈ શકે છે તે સાથે હવે કેન્દ્ર સરકારે 15 જુલાઈથી શરૂ કરેલી ફ્રી બુસ્ટર ડોઝ પોલીસીનો પણ અંત આવશે.
- Advertisement -
મતલબ કે આવતીકાલથી કોરોનાની વેકસીનનો બુસ્ટર ડોઝ સરકારી સુવિધા પર મળશે નહી અને નિશુલ્ક પણ નહીં મળે. આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલા કોરોના સંબંધી નેશનલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનીશનના સૂત્રોએ જણાવ્યું કે આખરી નિર્ણય સરકાર લેશે અને હવે કોવિડ વેકસીનેશન પ્રોગ્રામ જ ખાનગી ક્ષેત્રને સુપ્રત કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર હવે કોવિડ વેકસીનેશનમાંથી પુર્ણ રીતે બહાર આવી જશે.
જો કે હજું સરકાર આ મુદે વિચારણા કરી રહી છે પણ ફ્રી બુસ્ટર ડોઝ વેકસીનેશનનો શુક્રવારથી અંત આવશે તે નિશ્ર્ચિત છે અને હવે વિશ્ર્વના અનેક દેશોમાં જે રીતે બુસ્ટર ડોઝ લેનારને પણ કોરોના સંક્રમણની અસર થઈ હતી તેથી ચોથો ડોઝ પણ અપાયો હતો પણ ભારતમાં આવી કોઈ વિચારણા થતી નથી. નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. સંજય પુજારીએ કહ્યું કે બુસ્ટર ડોઝથી લોગ કોવિડની અસર ઘટે છે.
ઉપરાંત અન્ય નાના રોગમાં પણ આ ડોઝ મહત્વની કામગીરી કરે છે. ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ ઉમરના લોકોને બુસ્ટર ડોઝથી કોવિડની પણ ગંભીર અસર થઈ નથી. જો કે હજું કોવિડ કે તેવા ઝડપથી ફેલાતા વાયરસનું જોખમ છે જેની છમાસિક કે વાર્ષિક વેકસીન ડોઝ અંગે વિચારણા થઈ શકે છે પણ હાલ તો કોવિડ વેકસીનેશન પુરી રીતે ખાનગી ક્ષેત્રને સુપ્રત કરાશે.
- Advertisement -