જમ્મૂ-કાશ્મીરના અનંતનાગના તંગપાવા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળાની આતંકવાદીઓ સાથે ઘર્ષણ થયું છે, જેમાં બે આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે.
જમ્મૂ- કાશ્મીરમાં સીમા પારથી ભારતમાં ઘુસવાની કોશિશ વધી જાય છે. પોલીસ અને સુરક્ષા દળ આતંકી ઘટનાને લઇને હવે એલર્ટ પર રહે છે. આતંકિઓ સામે ચલાવવામાં આવેલ અભિયાનમાં સુરક્ષાદળોએ દરરોજ કોઇને કોઇ ઘટના સામે આવી રહી છે. જમ્મૂ-કાશ્મીરના અનંતનાગના તંગપાવા વિસ્તારમાં રવિવારની સાંજે એક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. બંન્ને આતંકી લશ્કર-એ-તૈયબાના હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારમાં અને આતંકી પાછળ હોવાની આશંકાના પગલે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
- Advertisement -
આતંકીઓએ સૈનિકો પર ફાયરીંગ કરી
સુરક્ષાદળોની ટુકડી તપાસ માટે નીકળી હતી. ત્યારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકડનાગમાં કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યાર પછી સુરક્ષાદળોના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું. સર્ચ ઓપરેશન દરમ્યાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરીંગ કરી હતી. સૈનિકોએ સામે જવાબ આપ્યો અને આતંકીઓને ઠાર માર્યા
શોપિયામાં 4 આતંકીઓને ઠાર માર્યા
છેલ્લા દિવસોમાં ગૃહમંત્રી અમિત શાહના દરમ્યાન જમ્મૂ-કાશ્મીરના શોપિંયા જિલ્લામાં ભારતીય સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા શરૂ કરવામાં એક સંયુક્ત અભિયાનમાં બે અલગ- અળગ ઘર્ષણોમાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. શોપિયાં જિલ્લાના દ્રચ વિસ્તારમાં એક ઘર્ષણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા. ત્યાર પછી શોપિયાના મૂલૂ વિસ્તારમાં એક અને બીજા સ્થાનિક આતંકીઓ ઠાર માર્યા ગયા હતા.