ભારત-ચીન સૈનિકો વચ્ચે અથડામણના મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે યોજાયેલી બેઠકમાં સેના પ્રમુખે રાજનાથ સિંહને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપી
ભારત-ચીન સૈનિકો વચ્ચે અથડામણના મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ દરમિયાન ભારત-ચીન સરહદ વિવાદને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સેના પ્રમુખે રાજનાથ સિંહને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સુરક્ષાની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
- Advertisement -
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચીન સાથે અથડામણના મુદ્દે આજે સંસદમાં નિવેદન આપી શકે છે. તવાંગ અથડામણ પર મહત્વની બેઠક લીધા બાદ હવે તેઓ સંસદ જવા રવાના થઈ ગયા છે. તવાંગ અથડામણને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે ચાલી રહેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે.
India-China border clash to rock Parliament today, several MPs seek discussion on issue
Read @ANI Story | https://t.co/M3CPXQ6tCr#India #China #ArunachalPradesh #Tawang #Parliament pic.twitter.com/qWBuQ9oFmo
- Advertisement -
— ANI Digital (@ani_digital) December 13, 2022
હકીકતમાં 9 ડિસેમ્બરે ભારતીય સૈનિકોએ ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. અરુણાચલ પ્રદેશના તવાંગના યાંગત્સે વિસ્તારમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ચીની સૈનિકો ભારતીય સેનાની પોસ્ટ હટાવવા આવ્યા હતા. પરંતુ ભારતીય સૈનિકોની તત્પરતાએ ચીની સૈનિકોની યોજનાને બરબાદ કરી દીધી. આ અથડામણમાં બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ચીનની સેના 300 સૈનિકો સાથે તવાંગના યાંગત્સે વિસ્તારમાં ભારતીય પોસ્ટને હટાવવા પહોંચી હતી. ચીની સૈનિકો પાસે કાંટાળી લાકડીઓ અને થાંભલા પણ હતા. પરંતુ ભારતીય જવાનોએ તરત જ ચાર્જ સંભાળી લીધો હતો. આ પછી બંને સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભારતીય સૈનિકોને હતપ્રભ થતા જોઈને ચીની સૈનિકો પાછળ હટી ગયા.
Arunachal Pradesh clash: Rajnath Singh to make statement in Parliament today
Read @ANI Story | https://t.co/GUyYn9PSV2#RajnathSingh #ArunachalPradesh #TawangClash #Parliament pic.twitter.com/kblN4iR0ZI
— ANI Digital (@ani_digital) December 13, 2022
કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકોએ પણ પથ્થરમારો કર્યો હતો. અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. ભારતના 6 જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે. ચીની સૈનિકો ભારતીય ચોકી પર હુમલો કરવા માટે 15 દિવસથી તૈયારી કરી રહ્યા હતા. સોમવારે તેઓ નિશ્ચિત વ્યૂહરચના મુજબ 17,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા. પરંતુ ચીની સૈનિકોને જોઈને પહેલેથી જ તૈયાર થયેલા ભારતીય સૈનિકોએ મોરચો સંભાળી લીધો. બંને તરફના સૈનિકો ઘાયલ થયા છે.