બોમ્બની આશંકાએ જામનગરમાં ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ બાદ તપાસમાં ફ્લાઈટમાં અને મુસાફરોના સામાનમાં વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ …….
જામનગરમાં ગઇકાલે રાત્રે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું. આ તરફ મોડી રાત્રે વિમાનના ચેકિંગ બાદ મુસાફરોના સામાનનું ચેકિંગ પૂરું થયું હતું. જોકે અહી રાહતના સમાચાર એ છે કે, મુસાફરોના સામાનમાં કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ સાથે ફ્લાઈટમાં પણ કઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ હવે સંપૂર્ણપણે હાશકારો અનુભવ્યો છે.
- Advertisement -
Guj: A thorough search operation was conducted by NSG, police & BDS teams. Hand baggage, check-in baggage of passengers were also checked. The flight has been cleared (for takeoff), after formalities it will depart for its destination, Goa. It was a hoax call: Jamnagar Collector https://t.co/XLe0q5Dukk pic.twitter.com/x3ZsbyXohM
— ANI (@ANI) January 10, 2023
- Advertisement -
શું હતું સમગ્ર ઘટના?
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી ગઇકાલે રાત્રે મળી હતી. જેને પગલે પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈ પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને જામનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ એરપોર્ટ પર દોડી ગયા હતા.
ફ્લાઈટમાં વિદેશી પેસેન્જરો સવાર હોવાની માહિતી મળી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ, પોલીસ, 108 અને બૉમ્બ સ્કવોર્ડની ટીમ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા.
તંત્રએ લીધો રાહતનો શ્વાસ
મૉસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની માહિતીને લઈ તંત્ર દોડતું થયું હતું. જે બાદમાં જામનગરમાં રશિયાથી આવેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. એ સાથે NSG દ્વારા વિમાન અને મુસાફરોના સામાનનું ચેકિંગ પૂરું કરાયું હતું. જોકે બાદમાં ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઈ છે. આ સાથે ફ્લાઈટમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.
Gujarat | Outside visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight was diverted after Goa ATC received a bomb threat.
Aircraft is under isolation bay & further investigation is underway. pic.twitter.com/rjge2VLnxe
— ANI (@ANI) January 9, 2023
શું થયું હતું ગઇકાલે રાત્રે ?
મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી મળી હતી. જેને પગલે પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં પોલીસ, બૉમ્બ સ્કોડ એરપોર્ટ પર તહેનાત હતા. જ્યારે 7 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સાથે સ્ટાફ અને પોલીસ કાફલો એરપોર્ટ પર ખડેપગે રહ્યો હતો. મહત્વનું છે કે, ગોવા ATCને બોમ્બ અંગેનો ઇ-મેલ મળ્યો હતો. જે ઇ-મેલ મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઈટમાં 236 વિદેશી પેસેન્જરો સવાર હોવાનું જાણવા મળ્યું હતું. ગઇકાલે રાત્રે જામનગર એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલજોવા મળ્યો હતો.
શું કહ્યું હતું જામનગર કલેક્ટરે?
જામનગર કલેકટર સૌરભ પારધીએ સોશિયલ મીડિયામા એક સંદેશ વહેતો કરી જણાવ્યું કે, ફલાઈટમાં બૉમ્બ હોવાની જાણકારી મળતા મોસ્કો-ગોવા જતી ફ્લાઇટને જામનગર એરપોર્ટ ખાતે ડાયવર્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ 236 પેસેન્જર્સ અને 8 ક્રૂ સહિત 244 પેસેન્જર્સને સલામત રીતે બહાર કઢાયા છે, અને હાલ સંબંધિત વિભાગ દ્વારા બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી ચાલી રહી છે.