અફઘાનિસ્તાને નવી દિલ્હી ખાતે આવેલા દૂતાવાસને સ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાને ડિપ્લોમૈટિક મિશન જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે.
આ બાબતના નિવેદનમાં તેમણે કહ્યું કે, નવી દિલ્હીમાં દૂતાવાસ બંધ કરવાનો તેમનો નિર્ણય 23 નવેમ્બર 2023થી પ્રભાવિત થયો છે. અફઘાનિસ્તાનની સરકારનું કહેવું છે કે, તેમણે ભારત સરકારની તરફથી સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના ભાગ રૂપે તેઓએ આ નિર્ણય કર્યો છે.
- Advertisement -
દૂતાવાસની બંધ કરવાની આ કારણ દર્શાવ્યું
ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન દૂતાવાસની કાર્યવાહી 30 સપ્ટેમ્બરથી બંધ છે. અફઘાનિસ્તાન સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમણે ભારત સરકારથી સહયોગ મળી રહ્યો નથી. ત્યાર પછી 8 અઠવાડીયા રાહ જોયા પછી નવી દિલ્હી ખાતેના અફઘાનિસ્તાનના દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વિએના કન્વેન્શન 1961 મુજાબ,ભારત સરકારથી માંગણી કરી કે અફઘાનિસ્તાનના દૂતાવાસની સંપત્તિ, બેંક એકાઉન્ટ, વાહનો તેમજ અન્ય સંપત્તિઓની કસ્ટડી તેમને આપી છે. અફઘાનિસ્તાનના મિશનના બેંક એકાઉન્ટમાં રાખેલા લગભગ 5 લાખ ડોલરની રકમનો દાવો કર્યો છે.
ભારત સરકારે આભાર વ્યક્ત કર્યો
અફઘાનિસ્તાન સરકારનું કહેવું છે કે, નીતિઓમાં મોટા ફેરફાર અને હિતોને ધ્યાનમાં રાખતાં ભારતમાં દૂતાવાસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. અઘનાનિસ્તાન સરકારે દૂતાવાસને સમર્થન આપવા માટે ભારત સરકાર પ્રત્યે આભાર માન્યો છે. અફઘાનિસ્તાને જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે છેલ્લા બે વર્ષ ત્રણ મહિનામાં અફઘાની લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને ઓગસ્ટ 2021ની તુલનામાં આંકડા અડધા નોંધાયા છે અને આ દરમ્યાન સંખ્યામાં નવી વિઝા જાહેર કરી છે.