ઇલૉન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ અમેરિકન ડૉલરના ઍગ્રીમેન્ટને રદ કરવાની ધમકી આપી છે. તેમણે ટ્વિટર પર એના સ્પૅમ બોટ કે ફેક અકાઉન્ટ્સ વિશે માહિતી પૂરી ન પાડવાનો આરોપ મૂક્યો હતો.
- Advertisement -
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કના લૉયર્સે ટ્વિટરને મોકલવામાં આવેલા એક લેટરમાં આ ધમકી આપી હતી.
આ લેટરમાં જણાવવામાં આવ્યું છે કે મસ્ક ટ્વિટર ખરીદવાની તેમની ઑફરના એક મહિના પછી 9 મેથી સતત આ માહિતી માગી રહ્યા છે, જેથી તેઓ મૂલ્યાંકન કરી શકે કે ટ્વિટરના 22.90 કરોડ અકાઉન્ટ્સમાંથી કેટલા ફેક છે.
આ લેટરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ટ્વિટરે માત્ર એની ટેસ્ટિંગ પદ્ધતિ વિશે વિગતો પૂરી પાડવાની તૈયારી બતાવી છે, પરંતુ ડેટા માટેની મસ્કની વિનંતીને તેઓ ફગાવે છે.
- Advertisement -
લૉયર્સે જણાવ્યું છે કે ટ્વિટરના લેટેસ્ટ પત્રવ્યવહારના આધારે મસ્ક માને છે કે ટ્વિટર મર્જર ઍગ્રીમેન્ટ હેઠળ માહિતી મેળવવાના તેમના અધિકારથી તેમને વંચિત રાખી રહી છે.