અમેરિકામાં આગામી માસથી પ્રારંભ થનાર ટ્રમ્પ શાસનમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહેલા ટેસ્લાના બોસ એલન મસ્કને નવી સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફીસીયન્સીની જવાબદારી સોંપવામાં આવી છે. અમેરિકામાં પ્રમુખની આ પ્રકારની ઉચ્ચ નિયુક્તિને દેશની સેનેટની મંજુરી જરૂરી હોય છે. ગઈકાલે એલન મસ્ક કમીટી સમક્ષ રજુ થવા વોશિંગ્ટન ડી.સી.માં કેપીટલ હાઉસ ખાતે પહોંચ્યા.
તો તેઓએ તેમના ચાર વર્ષના પુત્ર X-AE-Xiiને ખભે બેસાડીને સંસદભવનમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ સેનેટની બેઠક પુર્વે જે આ ગૃહના મેજોરીટી, લીડર, રીપબ્લીકન પક્ષના જોન જુને સાથે બેઠક યોજી હતી. તેમની સાથે આ વિભાગમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અને મસ્કે અમેરિકી વહીવટીતંત્રને કાર્યક્ષમ અને કરકસર યુક્ત બનાવવા માટે ઓછામાં ઓછા 2 લાખ કરોડ ડોલરનો ખર્ચ ઘટાડશે. તે અમેરિકી લોકોના નાણા પણ બચાવશે તેવી ખાતરી આપી હતી. તેમના ટાર્ગેટમાં અમેરિકી સરકારના અનેક વિભાગો છે જે હવે કોઈ ઉપયોગીતા ધરાવતા નથી.
- Advertisement -
તેમણે વધુ કહી કહેવાને બદલે એટલું જ કહ્યું કે, આપણે સરકારને એવી બનાવવાની છે જે લોકોની ખરેખર સેવા કરે તે જરૂરી છે.