રાજકોટ બન્યું હનુમાનમય : રાજમાર્ગો જયશ્રી રામના નારા સાથે ગૂંજી ઉઠ્યા
વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 153 યજમાનોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી 551 પોથીઓનું પૂજન કરાયું
- Advertisement -
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ’શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’નો પ્રારંભથયો છે. તા.27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી દરરોજ રાત્રે 7:30થી 11:30 કલાક સુધી કથાનું આયોજન કરાયું છે ત્યારે કથાના પ્રારંભપૂર્વે શનિવારે બપોરે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 153 યજમાનોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી 551 પોથીઓનું પૂજન કરાયું હતું. પૂજન બાદ વાજતે-ગાજતે પોથીયાત્રા વિરાણી હાઈસ્કૂલથી શરૂ થઈ ચાશિક રોડ, રેસકોર્સ સકલ અને કિસાનપરા ચોક થઈને કથા સ્થળ રેસકોર્સ ખાતે પહોંચી હતી. કથાના પ્રથમ દિવસે પોથીયાત્રામાં ગજરાજ (હાથી), અશ્વો અને વિન્ટેજ કારોએ લોકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું. અનેક બાળકો હનુમાનજીના વેશમાં સજ્જ થઈને જોડાયા હતા. જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રામાં અધોરી નૃત્ય અને સિંદ્દીબાદશાહ નૃત્યની ટીમોએ પોતાની કલા રજૂ કરી વાતાવરણમાં ઉત્સાહ ભર્યો હતો. ડી.જે. અને બેન્ડના તાલે ’જય શ્રી રામ’ અને ’જય બજરંગબલી’ના નાદથી રાજમાર્ગ ગુંજી ઉઠ્યા હતા. આશરે એક કિલોમીટર લાંબી પૌથીયાત્રાને નિહાળવા માટે રસ્તાની બંને બાજુએ હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. હનુમાન ચાલીસા યુવા કથાનો ભક્તિસભર પ્રારંભ થયો છે. હરિપ્રકાશદાસજી સ્વામીના વ્યાસપીઠેથી કથા રસપાનની શરૂઆત સાથે સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાયું હતું. ક્યા સાંભળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા કથા સાંભળવા આવતા તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાની કથા પર એક ગુજરાતી ફિલ્મ તૈયાર થશે
રાજકોટના ફિલ્મ પ્રોડક્શન ગ્રુપ દ્વારા શ્રી સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાની કથા પર એક ગુજરાતી ફિલ્મ તૈયાર કરાઈ રહ્યું છે જેનું પોસ્ટર સ્વામી હરિપ્રકાશ સ્વામીજીના હસ્તે રિલીઝ કરાયું હતું. આ ફિલ્મ સાળંગપુરનો મહિમા, હનુમાન દાદાની કૃપા અને ભક્તિની શક્તિને સમજવાની એક ઉત્તમ તક બનશે, જેથી તેમના હૃદયમાં સંસ્કાર અને આસ્થાના બીજ વવાઈ શકે જે આ ફિલ્મનો મુખ્ય ઉદેશ છે. ફિલ્મનું ગીત 2 એપ્રિલ, હનુમાન જયંતિના પવિત્ર દિવસે રિલીઝ કરાશે સાથે તેજ દિવસે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાશે.



