ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશમાં વીજ વપરાશકારો સરકારના ટાઇમ ઓફ ધ ડે ટેરિફના અમલીકરણ પછી પોતાની વીજળી વપરાશનું આયોજન કરી વીજ બિલમાં 20 ટકા સુધીની બચત કરી શકશે.
વીજ મંત્રાલય નવી ટેરિફ સિસ્ટમ હેઠળ પીક અવર્સ અને ઓફ પીક અવર્સ દરમિયાન વીજ દરમાં 10 થી 20 ટકાનું અંતર આપવાની સુવિધા અમલ મૂકવા જઇ રહ્યું છે. આનાથી ઓફ પીક અવર્સમાં વીજળી વપરાશ કરવા પર બિલ 10 થી 20 ટકા ઓછું આવશે.
- Advertisement -
ટાઇમ ઓફ ધ ડે ટેરિફ દિવસના સમયના આધારે વિભિન્ન દરોની સુવિધા આપશે,. જેથી ગ્રાહક તે સમયે વીજળીનો ઉપયોગ કરીને પોતાના તમામ કાર્યો જેવા કે જમવાનું રાંધી શકે અને કપડા ધોઇ શકે અને તેને ટેરિફના આધારે ઓછા વીજ દર ચુકવવા પડે.
ટેરિફ ઓછા થવા પર લોકો હવે ઓફ પીક કલાકો દરમિયાન કપડા ધોવા અથવા રાંધવા જેવા પોેતાના કાર્યોનું આયોજન કરી શકે. વીજ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નવી ટેરિફ સિસ્ટમ હેઠળ સોલર કલાકો (એક દિવસમાં આઠ કલાક)માં વીજ દર સામાન્ય દર કરતા 10 ટકાથી 20 ટકા ઓછું થશે. જ્યારે પીક અવર્સ દરમિયાન આ 10 થી 20 ટકા વધારે હશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ટાઇમ ઓફ ધ ડે ટેરિફ દર એક એપ્રિલ, 2024થી 10 કિલોવોટની માંગવાળા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે અમલમાં આવશે. કૃષિ ગ્રાહકોને છોડી અન્ય તમામ કેટેગરીના વીજ ગ્રાહકો માટે નવો નિયમ એક એપ્રિલ, 2025થી અમલમાં મૂકવામાં આવશે.