મોડીરાત્રે બરોડાથી ખાબકેલી વિજિલન્સ બ્રાન્ચ ની 10 ટીમે 50 ફાર્મ હાઉસ ચેક કર્યા: બે ફાર્મ હાઉસમાં ગેરરીતિ પકડાઈ: નવ લાખના બિલ અપાયાં
ફાર્મ હાઉસમાં ખેતીવાડી પાવરનો વધુ ઉપયોગ થતો હોવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.25
તાલાલા પંથકના ભોજદે ગીર-બોરવાવ ગીર-સાંગોદ્રા અને ચિત્રોડ ગીર ગામની વિવિધ સીમ વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસો,રીસોર્ટ અને હોટલો માં ગત્ મોડી રાત્રે પી.જી.વી.સી.એલ ની એકી સાથે દશ ચેકીંગ ટુકડી ત્રાટકતાં ફાર્મ હાઉસ સંચાલકો ચોંકી ઉઠ્યા હતા.
પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં એ.ડી.જી.પી રાજકુમાર પાંડીયન(આઈ.પી.એસ)ની સુચના પ્રમાણે બરોડાથી ગત મોડીરાત્રે અચાનક વિજીલન્સ કંપનીની દશ જેટલી ચેકીંગ ટીમો આવી હતી.ચેકીંગ ટુકડીઓએ ભોજદે ગીર,બોરવાવ ગીર,ચિત્રોડ ગીર અને સાંગોદ્રા ગીર ગામની વિવિધ વિસ્તારની સીમમાં આવેલ 50 જેટલા ફાર્મ હાઉસો,રીસોર્ટ અને હોટલો માં ચેકીંગ કરેલ જેમાંથી ભોજદે ગીર ગામની સીમમાં આવેલ ગીર ગુંજન ફાર્મ હાઉસ તથા બોરવાવ ગીર ગામની સીમમાં મનસુખભાઈ ખીમાભાઈ ગઘેસરીયા ના ફાર્મ હાઉસના વિજ જોડાણ માં પાવર ગેરરીતિ બહાર આવી હતી.
- Advertisement -
બંને ફાર્મ હાઉસમાં ખેતિવાડી વિજ જોડાણ માંથી આવતો વિજ પાવર ફાર્મ હાઉસમાં કોમર્શિયલ ઉપયોગ થતો હતો.ચેકીંગ સ્ક્વોડે બોરવાવ ગીર ના ફાર્મના સંચાલકને રૂૂ.આઠ લાખનું કામચલાઉ પુરવણી વિજ બીલ આપ્યું હતું જયારે ભોજદે ગીર ગામના ફાર્મ હાઉસને અંદાજે રૂ.80 હજાર નું કામચલાઉ બીલ આપી બંને વિજ જોડાણની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત થયેલ વધું વિગત પ્રમાણે બરોડા થી આવેલ વિજીલન્સ બ્રાંચ ની ચેકીંગ ટીમોએ પ્રભાસપાટણ તથા મેંદરડા વિસ્તારમાં પણ ગત્ મોડી રાત્રે ચેકીંગ કર્યું હતું.આ દરમ્યાન પ્રભાસપાટણ વિસ્તારમાંથી બે તથા મેંદરડા વિસ્તારના એક ફાર્મ હાઉસમાં પણ ગેરરિતીઓ બહાર આવી હતી.તાલાલા પંથકમાં ગત મોડી રાત્રે અચાનક બરોડાથી ખાબકેલ વિજીલન્સ બ્રાંચ ની ટીમોએ વહેલી સવાર સુધી ફાર્મ હાઉસમાં વિજ ચેકીંગ કર્યું હતું.વિજ વિભાગની કડક કાર્યવાહી થી ગેરકાયદેસર વિજ પાવર ચોરી કરવાની ટેવ વાળા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
તાલાલા પંથકમાં સાસણગીર ઉપરાંત મોટાભાગના ગામોની સીમમાં ઠેર ઠેર ફાર્મ હાઉસો આવેલ છે અને ફાર્મ હાઉસો કોમર્શિયલ પાવરને બદલે ખેતીવાડી વીજ પાવરની રોશની થી ધમધમતા હોવાની છડેચોક લોક ચર્ચાઓ થઈ રહી છે. ફાર્મ હાઉસના સંચાલકોને ઊંઘતા ઝડપવા પ્રથમ વખત બરોડા થી મોડી રાત્રે વિજીલન્સ બ્રાંચ નો કાફલો ત્રાટકતા તાલાલા પંથકમાં વીજ વિભાગે લાલ આંખ કરતાં સૌ ચોકી ગયા છે.