ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના જે યુવાઓ તા.1 ઓકટોબર 2022ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર છે. તેઓને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે.આ અંગે અધિક નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણિયા અને નાયબ ચૂંટણી અધિકારી રિના ચૌધરીએ જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.12-8-2022 થી તા.11-9-2022 સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઝુંબેશ સ્વરૂપે ચલાવવામાં આવશે. જે દરમિયાન નવા મતદારોની નોંધણીની સાથે લોકો પોતાના ચૂંટણી કાર્ડ,મતદાર યાદીમાં નામ કમી કરવા, નામ સુધારણા અને સરનામુ સુધારવાની કામગીરી કરી શકશે. આ માટે ખાસ આગામી તા.21/8, 28/8, 04/9 અને 11/9ના રોજ આવતા આ ચારેય રવિવારે લોકો પોતાના મતદાન મથક ખાતે ઉપરોક્ત મતદાર યાદી સંબંધિ કામગીરી કરી શકશે. આમ, મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો લાભ લઈ, ખાસ કરીને જે યુવાઓ મતદાર બનવાની પાત્રતા ધરાવે છે, તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી, લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બનાવા અનુરોધ કર્યો હતો. બાદ મતદાર યાદીમાં હક્કદાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.12 ઓટસ્ટ 2022થી 11 સપ્ટેબર 2022 સુધીનો રહેશે. તેમજ આ આવેલ વાંધા અરજીઓ તા.26 સપ્ટેબર 2022 સુધીમાં નિકાલ કરવાનો સમય નિર્ધારિત કરાયો છે. અંતે તા.10 ઓકટોબર 2022ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારાણા ઝુંબેશ
