2.26 લાખ મતદારો મતદાન કરશે અને 2333નો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ જિલ્લાની 11 તાલુકામાં 307 ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી 22મી જૂને થવાની છે. આ તકે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, સામાન્ય ચૂંટણીમાં 107 સરપંચ અને 588 સભ્યો માટે ઇલેક્શન થશે. જો કે મતદાન થાય તે પહેલા જ 38 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે. જ્યારે 271 સભ્યો બિનહરીફ થયા છે. સરપંચની 35 બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે પેટા ચૂંટણીમાં 29 સરપંચ અને 33 સભ્યોની બેઠક માટે ઇલેક્શન થશે. 11 તાલુકામાં 435 મતદાન મથકો પરથી 2.26 લાખ મતદારો મતદાન કરશે અને 2333નો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. રાજકોટમાં 307 ગ્રામ પંચાયતમાં કુલ 5.01 લાખ મતદારો છે. જેમાંથી ચૂંટણી થવાની છે તેવી બેઠકો ઉપર 2.26 લાખ મતદારો મતદાન કરવાના છે. જેના માટે તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે. મેન પાવર અને તાલીમ માટેની તૈયારી કરવામાં આવી રહી છે. અલગ અલગ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. લોકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવે તેવી અપીલ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હારજીતનું માર્જિન ખૂબ જ ઓછું રહેતું હોય છે. લોકલ ઇસ્યુના લીધે આ ત્રુટીઓ સંવેદનશીલ બની રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન મથકોને આઈડેન્ટીફાય કરવા માટેની કામગીરી ચાલી રહી છે.
- Advertisement -
લોકમેળામાં ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ
યાંત્રિક રાઈડસ માટે 28 અને અન્ય કેટેગરી માટે 29 ફોર્મ ઉપડ્યા
લોકમેળામાં ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો ઓગસ્ટ મહિનામાં યોજાવાનો છે. પાંચ દિવસના આ લોકમેળા દરમિયાન 238 જેટલા સ્ટોલ અને પ્લોટ રાખવામાં આવશે. જેમાં 28 ફોર્મ યાંત્રિક રાઈડ્સ અને 29 ફોર્મ અન્ય કેટેગરી માટે ઉપડ્યા છે. જો કે સરકારે બનાવેલી જઘઙ સામે સ્ટોલધારકોએ લડતના મંડાણ કર્યા છે અને બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. જ્યારે ઈ કેવાયસી મુદ્દે કલેકટરે જણાવ્યુ હતું કે, ઘરે બેઠા એપના માધ્યમથી કેવાયસી અપડેટ કરાવી શકો છો. કેવાયસી વગર રાશનનો માલ નહીં મળે



