ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને ચૂંટણી પંચ પણ ઈલેકશન મોડમાં આવી તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના નાયબ ચૂંટણી અધિકારીઓ અને મતદાર નોંધણી અધિકારીઓ માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તમામ જિલ્લા કલેકટરને ગાંધીનગર ખાતે એક દિવસ તાલીમ આપવામાં આવનાર છે.
વધુમાં તા. 11ના રોજ સોમવારે ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કલેકટર માટે એકદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ સોમવારે ગાંધીનગર ખાતે જવા રવાના થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા આરંભી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ પણ આગામી તા. 11ના સોમવારે ચૂંટણી તાલીમ માટે ગાંધીનગર જશે.